શનિવાર, 30 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. માંસાહારી વ્યંજન
Written By વેબ દુનિયા|

ફિશ પિત્તુ

W.D
સામગ્રી - 1/2 કિગ્રા. ફિશ, 1 ટેબલ સ્પૂન હળદરનો પાવડર, 1/2 કપ તેલ, 1 કપ ઝીણી સમારેલી ડુંગળી, 1 ટેબલ સ્પૂન મરી પાવડર, 1 ઈંચ આદુનો ટુકડો, 8 લસણની કળી વાટેલી, 1 કપ નારિયળનું છીણ, મીઠુ સ્વાદ મુજબ, 2 ચમચી લીંબુનો રસ.

બનાવવાની રીત - ફિશને સાફ કરીને તેના નાના ટુકડા કરો. હળદરનો પાવડર અને મીઠુ લગાડી બાજુ પર મુકો. એક કઢાઈમાં તેલ ગરમ કરીને ડુંગળી, આદુનુ પેસ્ટ, અને લસણ નાખીને સોનેરી થતા સુધી સાંતળો. હવે તેમા નારિયળનુ છીણ અને મીઠુ નાખીને ધીમા તાપ પર થવા દો. હવે તેમા ફિશ નાખીને હલાવી થોડીવાર થવા દો. જ્યારે ફિશ બફાય જાય ત્યારે તેમા લીંબુનો રસ નાખીને ઉતારી લો.

સમારેલા ધાણા ભભરાવીને ગરમા ગરમ ભાત સાથે પીરસો.