શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. પાટીદાર અનામત આંદોલન
Written By
Last Modified: ઉદયપુર. , શનિવાર, 15 ઑક્ટોબર 2016 (13:56 IST)

આંદોલનમાંથી ખસી જવા માટે હાર્દિક પટેલને મળી ધમકી

પાટીદાર આંદોલનના સંયોજક હાર્દિક પટેલને ધમકી ભર્યો કોલ આવવાનો મામલો સામે આવ્યો છે. હાર્દિક પટેલના મોબાઈલ પર એક વ્યક્તિએ કોલ અને મેસેજ કરીને ધમકી આપી છેકે તે આ આંદોલનમાંથી હટી જાય નહી તો તેને જીવ મુસીબતમાં પડી જશે. એટલુ જ નહી આરોપીએ હાર્દિકની બહેન નએ પરિજનોના અપહરણ કરીને જીવથી મારવાના મેસેજ પણ કર્યા છે. 
 
આ ઘટનાક્રમ પછી  હાર્દિક પટેલે પ્રતાપનગર પોલીસ સ્ટેશનમાં હાજર થઈને એક લેખિત રિપોર્ટ આપ્યો છે. જેમા આરોપીનો મોબાઈલ નંબર અને આપવામાં આવેલ ધમકી વિશે બતાવ્યુ છે. આ મામલાને લઈને હાર્દિકે સ્પષ્ટ કર્યુ કે આ આંદોલનમાંથી હટાવવા માટે આ કોઈનુ ષડયંત્ર હોઈ શકે છે. 
 
હાર્દિકે કહ્યુ કે ફોન કરનારે પરિવારના લોકો માટે અપશબ્દોનો પ્રયોગ કર્યો. બીજી બાજુ હાર્દિકને શંકા છે કે કોઈ રાજનીતિક માણસના ઈશાર પર આ કામ થયુ હોઈ શકે.  આ મામલાને લઈને પ્રતાપનગર પોલીસે હાર્દિક પટેલની રિપોર્ટ પર તપાસ શરૂ કરી દીધી છે. પોલીસ દ્વારા આ મામલામાં ધમકી આપનારા મોબાઈલ નંબરની સાઈબર સેલ દ્વારા શોધ કરવામાં આવી રહી છે.