શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By ભાષા|

...નહી તો ઈરાન પ્રતિબંધ માટે તૈયાર રહે

ઈરાનને નવા કડક પ્રતિબંધોની ચેતાવણી આપતા અમેરિકાએ કહ્યું છે કે, તે તેહરાનના પરમાણું કાર્યક્રમ પર પોતાના દ્વારા આપવામાં આવેલા વાતચીતના આમંત્રણ પર ઈરાની સરકારના જવાબની સપ્ટેમ્બર સુધી રાહ જોશે.

વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ રોબર્ટ ગિબ્સે કહ્યું જેવું કે, આપ જાણો છો પી5પ્લસ1 વાતચીતના ટેબલ પર આવવા માટે ઈરાનીઓનું એક ઉલ્લેખનીય આમંત્રણ છે.

રાષ્ટ્રપતિનું દૃઢ઼ રૂપે એમ માનવું છે કે, અમે અને અમારા ઘણા બધા સહયોગી એવું ઈચ્છીએ છીએ કે, ઈરાનીઓને પરમાણુ હથિયાર પ્રાપ્ત કરવાની મંજૂરી મળવી ન જોઈએ. આમંત્રણનો હજુ સુધી જવાબ મળ્યો નથી.

તેમણે કહ્યું કે, ઓબામા પ્રશાસનનું માનવું છે કે, આ મહત્વપૂર્ણ છે કે, ઈરાનને પરમાણું હથિયાર પ્રાપ્ત કરવાથી રોકવા માટે શું કરવામાં આવવું જોઈએ.