ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 27 જૂન 2019 (15:45 IST)

અમદાવાદની રથયાત્રાની સુરક્ષા માટે સૌથી વધુ ડ્રોનનો ઉપયોગ

શહેરમાં અષાઢી બીજને દિવસે એટલે કે, આગામી તા. 4થી જુલાઈએ નીકળનારી 142મી રથયાત્રાને હવે ગણતરીના જ દિવસ બાકી છે ત્યારે શહેર પોલીસ પણ રથયાત્રાના માહોલમાં આવી પ્રિ-એકશન પ્લાન પોલીસે ઘડી કાઢ્યો હતો. રથયાત્રાના રૂટ પર પોલીસે કોમ્બિંગ, પેટ્રોલિંગની સાથે સંવેદનશીલ વિસ્તાર ગણાતા એવા દરિયાપુર, કાલુપુર ફ્રુટ માર્કેટ અને દિલ્લી દરવાજા ખાતે વધુ સીસીટીવી કેમેરા લગાવી તૈયારીઓ શરૂ કરી દીધી હતી. તેમજ શહેરના રૂટપર ફલેગ માર્ચ યોજી આખરી ઓપ આપ્યો હતો.
સૂત્રોના જણાવ્યા અનુસાર શહેરની ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને અગાઉથી જ પોલીસ એકશનમાં આવી જતી હોય છે. જૂના પોલીસ અધિકારીઓ કે જેમણે રથયાત્રાનો બંદોબસ્ત કર્યો હોય તેવા અધિકારીઓનું લિસ્ટ પણ તૈયાર કરી દેવાતું હોય છે. અને સાથે થોડા દિવસો પહેલા જ કોમ્બિંગ, પેટ્રોલિંગ કરવામાં આવતું હોય છે. ત્યારે હવે પોલીસે દરિયાપુર, કાલુપુર ફ્રુટ માર્કેટ અને દિલ્લી દરવાજા ખાતે વધુ સીસીટીવી કેમેરા લગાવી તૈયારીઓ શરૂ કરી દીધી હતી. 
આ ઉપરાંત સંવેદનશીલ વિસ્તારમાં પેટ્રોલીંગ અને કોમ્બિંગ પણ કરવામાં આવી રહ્યું છે. મહત્વનું છે કે આ વખતે પોલીસ સુરક્ષા માટે સૌથી વધુ ડ્રોનનો ઉપયોગ કરશે. શહેરના દરિયાપુર, શાહપુર અને દિલ્લી દરવાજા તે સંવેદનશીલ વિસ્તારમાંના એક ગણાય છે. જેને લઇને પહેલા તો આ વિસ્તારમાં 100થી વધુ કેમેરા લગાવવામાં આવ્યા હતા. આ કેમેરા હાઇ રિઝોલ્યુશનવાળા મુવેબલ સીસીટીવી કેમેરા છે. આ તમામ કેમેરાનું મોનિટરીંગ ત્રણ જગ્યાએ થશે.