રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 9 જાન્યુઆરી 2017 (13:28 IST)

ગાંધીનગરમાં ઇન્ડિયન એરફોર્સ દ્વારા દિલધડક એર શોનું આયોજન

ગાંધીનગરમાં ઇન્ડિયન એરફોર્સ દ્વારા સોમવારે એર શોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સુર્ય કિરણ અને
સુખોઇ વિમાનના ચાલકોએ વિવિધ કરતબ બતાવ્યા હતા. દરમિયાન એર-શો દરમિયાન પેરાગ્લાઈડીંગ સમયે એક જવાન ઈજાગ્રસ્ત થયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર વાઇબ્રન્ટ સમિટના ભાગરૃપે આજે ગાંધીનગરમાં ઇન્ડિયન એરફોર્સ દ્વારા સોમવારે એર શોનું આયોજન કરવામાં આવ્યું છે. જવાનોએ ત્રિરંગા સાથે પેરાગ્લાઈડીંગ કરવામાં આવ્યું હતું. તો બીજી તરફ આ એર શોના પગલે ભારે ઉત્સુકતા જોવા મળી હતી અને સ્વર્ણિમ પાર્ક અને આસપાસના વિસ્તારો નગરજનોથી ઉભરાઇ ગયા હતા અને ઉત્સાહપૂર્વક આ એર શોનો નજારો માણ્યો હતો.જોકે આ દરમિયાન એક જવાન કરતબ કરતી વખતે ત્રિપાઠી નામના એક જવાન ઘાયલ થયો હતો. એર ફોર્સના અધિકારી અનુસાર અકસ્માતમાં જવાનને સામન્ય ઈજા થવા પામી છે. ગઈ કાલે એર-શોના ભાગરૂપે રવિવારે સ્વર્ણિમ પાર્ક વિસ્તારમાં એરફોર્સના જવાનો દ્વારા રીહર્સલ કરવામાં આવ્યું હતું.