શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: અમદાવાદ , ગુરુવાર, 7 જુલાઈ 2016 (14:53 IST)

ધોરણ-૧૦ની પરીક્ષામાં ૩૦ માર્ક શાળા તરફથી ? 70-30ના રેશીયાની મુશ્કેલી

ચાલુ વર્ષે એક સામટા શિક્ષણ ક્ષેત્રમાં કરવામાં આવેલા અનેક પરિવર્તનના કારણે મોટાપાયે અસમંજસની સ્થિતિ સર્જાઈ છે.  શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૯થી ૧૨માં સેમેસ્ટર પદ્ધતિ રદ કરવામાં આવી છે. આ સેમેસ્ટર પદ્ધતિ રદ કર્યા બાદ ધોરણ-૧૨ સાયન્સ પુરતી સેમેસ્ટર પદ્ધતિ યથાવત રાખવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. જેના કારણે ધોરણ-૧૧, ૧૨ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની અસમંજસ દુર થઈ છે. જોકે ધોરણ-૧૦માં ૭૦-૩૦ના માર્ક રેશિયો અંગે કોઈ જ સ્પષ્ટતા ન કરાતા લાખો વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો મુંઝવણભરી સ્થિતિમાં મુકાયા છે.

ધોરણ-૧૦ની પરીક્ષામાં ૩૦ માર્ક શાળાએ આપવા કે કેમ તે પ્રશ્નની ચર્ચા વચ્ચે અનેક શાળાઓએ
ફોર્મેટિંગ એસેસમેન્ટ પણ શરુ કરી દીધું છે. જોકે, હજી સુધી બોર્ડે આ મામલે કોઈ સ્પષ્ટતા કરી
નથી. જેથી વિદ્યાર્થીઓ અને શિક્ષકો અત્યારે મુંઝવણમાં મુકાયા છે. ઉલ્લેખનીય છે કે,હમણાં સુધી
ધોરણ-૧૦ની બોર્ડની પરીક્ષામાં ૭૦ માર્ક બોર્ડની પરીક્ષાના તેમજ ૩૦ માર્ક શાળાએ
કક્ષાએ થતા મુલ્યાંકનના આધારે અપાતા હતા. એટલે કે આ પરીક્ષામાં શાળાએ ૩૦ માર્ક આપવાના
હતા.

પરંતુ પરીક્ષા સંબંધિત થયેલ ફેરફાર બાદ આ ૭૦-૩૦નો રેશિયો જાળવી રાખવાનો છે કે નહીં તે
અંગે હજી સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. રાજ્યમાં શાળાઓના નવા શૈક્ષણિક સત્ર શરુ
થયે એક મહિનાથી પણ વધુનો સમય થઈ ચુક્યો છે. જોકે, હજી સુધી સ્પષ્ટતાના અભાવે અનેક
શાળાઓ મુંઝવણમાં મુકાઈ ચે.

તેમજ વાલીઓ અને વિદ્યાર્થીઓ પણ કઈ રીતે પરીક્ષાની તૈયારી કરવી તે બાબતને લઈ મુંઝવણ
અનુભવી રહ્યા છે. વાલીઓ અને વિદ્યાર્થીઓ આ મામલે વારંવાર શાળાઓની પુછપરછ કરે છે પરંતુ
શાળાઓ પાસે જ હજી સુધી આ પ્રશ્નોનો ઉત્તર નથી ત્યારે તે વિદ્યાર્થીઓને શું માહિતી આપે.
જેથી કરી આ મામલે બોર્ડ ઝડપથી કોઈ નિર્ણય જાહેર કરે તેવી માંગ ઉઠી રહી છે.