સોમવાર, 2 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 21 માર્ચ 2017 (13:29 IST)

અમદાવાદની જાણીતી મોડલ ખુશ્બુ ભટ્ટનો આપઘાત

અમદાવાદની જાણીતી મોડલ ખુશ્બુ ભટ્ટે રવિવારે બપોરે અઢી વાગ્યાની આસપાસ ઈસરો પાસે આવેલા સુકેતુ એપાર્ટમેન્ટમાં પોતાના ઘરે ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે. ત્રણ વર્ષ અગાઉ મોડેલિંગ અને એન્કરિંગ કરતી ખુશ્બુ ભટ્ટ નામની યુવતીએ જોધપુર ગામમાં આવેલા પોતાના ઘરે આપઘાત કર્યો છે.

આપઘાતનું કારણ


ડાયાબિટીક પેશન્ટ પિતાએ પુત્રીએ આપેલું ખાવાનું પૂરતું ન ખાતાં લાગી આવ્યું. જેના કારણે ખુશ્બુએ આત્મહત્યા કર્યાની વિગતો પોલીસ તપાસમાં ખુલી છે. આનંદનગર પોલીસે જણાવ્યું કે 59 વર્ષના પિતા અને 92 વર્ષના દાદીમા સાથે રહેતી

ખુશ્બુ ત્રણ વર્ષ અગાઉ મોડેલિંગ અને એન્કરિંગ કરતી હતી. ખુશ્બુએ રવિવારે બપોરે પિતા મિનેશભાઈને જમવાનું આપ્યું હતું. પિતાએ જમવાનું વધુ હોવાની વાત કરી હતી. ખુશ્બુએ કહ્યું હતું કે, ‘પપ્પા તમને મારા હાથનું જમવાનું ભાવતું નથી.’ પિતાએ ડાયાબિટીસ હોવાની વાત કરી હતી. જો કે, પિતાની વાતથી લાગી આવતાં પુત્રીએ રૂમમાં જઈ ગળાફાંસો ખાઈ લીધો હોવાનું પોલીસે જણાવ્યું હતું.ખુશ્બુના આપઘાત બાદ હાલ તેની અંતિમ વિધી કરવામાં નથી આવી, કારણ કે ખુશ્બુનો મોટો ભાઈ ઓસ્ટ્રેલિયામાં રહે છે. તે ત્યાંથી આવે તે પછી અંતિમવિધી કરવામાં આવશે.