શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શનિવાર, 12 ફેબ્રુઆરી 2022 (12:38 IST)

અમદાવાદ-દિલ્લી વચ્ચે શરૂ થશે બુલેટ ટ્રેન, રેલવે મંત્રીએ આપ્યો આ આદેશ

ગુજરાતમાં ઠેર ઠેર વિકાસના કામો ચાલી રહ્યા છે. ત્યારે હવે ફરી એકવાર વધુ એક પ્રોજેક્ટ ગુજરાતને ફાળે આવી શકે છે. અમદાવાદ- મુંબઇ રેલવે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ બાદ અમદાવાદ-દિલ્લી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ શરુ થઇ શકે છે. આ માટે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સર્વેના આદેશ આપી દીધા છે.

ટુંક સમયમાં રેલવે વિભાગ દ્વારા અમદાવાદ-દિલ્લીના રૂટ અંગે વધુ નિયમો જાહેર કરાશે.અમદાવાદ-દિલ્હી બુલેટટ્રેનના રુટ માટે રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે શુક્રવારે સંસદમાં લેખિત જવાબમાં આ માહિતી આપી હતી. જો કે હાલમાં અમદાવાદ-મુંબઇ હાઇ સ્પીડ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત કામગીરી ચાલી રહી છે. જેમાં જાપાની ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સરકાર પાસે સાત હાઇસ્પીડ રેલ પ્રોજેક્ટની યોજના છે. જેમાં દિલ્હી-વારાણસી, દિલ્હી-અમૃતસર, દિલ્હી-અમદાવાદ, મુંબઈ-નાગપુર, મુંબઈ-હૈદરાબાદ અને ચેન્નાઈ-બેંગલુરુ-મૈસુર અને વારાણસી-હાવડાનો સમાવેશ થાય છે.

મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેનની રાહ ભારતના તમામ લોકો કરી રહ્યા છે. આ પ્રોજેક્ટનું કામ હાલ તેના અંતિમ ફેઝમાં છે. આ ટ્રેનના લોકેશનનું તમામ કામ ખૂબ જ ઝડપથી કરવામાં આવી રહ્યું છે. રેલ મંત્રાલયે આ વાતની ખરાઇ કરતાં કહ્યું હતું કે ફાઇનલ લોકેશન માટે વન્યજીવ, જમીન માપણી વિભાગ અને વન વિભાગ પાસેથી મંજૂરી પણ મળી ચૂકી છે. એવામાં હવે કોઈ પણ વિલંબ કર્યા વિના ખૂબ જ ઝડપે આ કામ થઈ રહ્યું છે. ફાઇનલ લોકેશન અને જિયોટેકીનીકલ તપાસ પૂરી થયા બાદ આ કામ જલ્દી જ પૂર્ણ થાય તેવી યોજના બનાવી છે. જૂન 2021 સુધીમાં આ પ્રોજેક્ટમાં 13,483 કરોડ રૂપિયા સુધીનો ખર્ચ કરવામાં આવ્યો છે.