રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 16 સપ્ટેમ્બર 2022 (11:02 IST)

અમદાવાદના મેમનગર BRTS બસમાં આગ લાગતા બસ બળીને ખાખ

BRTS
અમદાવાદના મેનગર વિસ્તારના બસ નજીક આજે સવાર-સવારમાં એકાએક BRTS બસમાં આગ લાગી હતી. જેના લીધે બસ સ્ટોપ પર અફરાતફરીનો માહોલ  સર્જાઇ ગયો હતો. જોકે ડ્રાઈવરની સમયસૂચકતાના લીધે બસમાં સવાર તમામ મુસાફરોનો જીવ બચી ગયો હતો. કોઇ પણ પ્રકારની જાનહાની નહોતી થઇ.
 
અમદાવાદના  મેમનગર બીઆરટીએસ બસ સ્ટેન્ડ પર આજે સવારે 8:30 વાગ્યાની આસપાસ બીઆરટીએસ બસ સ્ટોપ થઈ હતી એ દરમિયાન બસ બંધ પડી ગઈ હતી અને એન્જિનમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો, જેથી ડ્રાઇવરે સમય સૂચકતા વાપરીને બસના દરવાજા ખોલી તમામ પેસેન્જરને બહાર નીકળવા માટે કહ્યું હતું. બસમાંથી પેસેન્જર બહાર નીકળ્યા હતા અને વધુ ધુમાડો ફેલાતાં અચાનક જ આગ ફાટી નીકળી હતી
BRTS
 આગને કારણે બીઆરટીએસ બસ સ્ટેન્ડ પણ આગની ઝપેટમાં આવ્યું હતું, જોકે સમયસર ફાયરબ્રિગેડ  વિભાગના 5 વાહનો દોડી આવ્યા હતા અને આગને કાબુમાં લેવાનો પ્રયાસ કરાયો હતો. ફાયર વિભાગે માત્ર 10 મિનિટમાં જ આગ કાબુમાં આવી ગઇ હતી. જોકે આ ઘટનાને પગલે BRTS સ્ટોપની બહાર ખૂબ મોટી સંખ્યામાં લોકોના ટોળેટોળાં એકત્ર થઇ ગયા હતા.સવારના સમયે નોકરીનો સમય હોવાથી લોકો બીઆરટીએસનો વધુ ઉપયોગ કરતા હોય છે અને એ સમય દરમિયાન આ ઘટના બની હતી, જોકે ડ્રાઇવરે સમય સૂચકતા વાપરીને બસના પેસેન્જરને નીચે ઉતારી લીધા હતા. ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી.