શનિવાર, 30 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 27 એપ્રિલ 2023 (09:26 IST)

ગુજરાત: અહીં વાવાઝોડા સાથે થશે વરસાદ

ગુજરાતનાં ખેડૂતો માટે ફરી એકવાર માઠા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, હવામાન વિભાગે ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 2 દિવસ સુધી કમોસમી વરસાદની સંભાવના છે.

જેમાં ખાસ કરી ને સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે. ગુજરાતનાં ખેડુતોને ફરી એક વાર પાક નુકશાનીનો ભય સતાવી રહ્યો છે. રાજ્યના હવામાન વિભાગે ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરી છે. આગાહી મુજબ 2 દિવસ સુધી રાજ્યના સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં પવનની ગતિ તેજ રહેવાની આગાહી છે. આ સાથે વરસાદ સાથે રાજ્યમાં 39થી 40 ડિગ્રી વચ્ચે તાપમાન રહેશે. આ તરફ હવામાનની આગાહી પ્રમાણે તાપમાન 40 ડિગ્રીને પાર જવાની શક્યતા નહિવત્ છે. જોકે કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે