શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 8 ફેબ્રુઆરી 2022 (16:11 IST)

ગુજરાતે આજે સવારે 10 વાગ્યે 10 મિનિટે કોરોનાની રસીના 10 કરોડ ડોઝની સિદ્ધિ મેળવી

ગુજરાતે આજે સવારે 10 વાગ્યે 10 મિનિટે કોરોનાની રસીના 10 કરોડ ડોઝની સિદ્ધિ મેળવી
રાજ્યમાં 16મી જાન્યુઆરી, 2021ના રોજ રસીકરણની શરૂઆત થઈ હતી
 
પહેલી માર્ચ 2021થી સમગ્ર દેશમાં 60 વર્ષથી વધુ અને 45 વર્ષથી વધુ વયના કો.મોર્બિડ લોકોને કોરોનાની રસી આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારે ગુજરાત કોરોનાની રસી આપવામાં સમગ્ર દેશમાં અગ્રેસર રહ્યું છે. રાજ્યને શ્રેષ્ઠ રસીકરણ અભિયાનનો એવોર્ડ પણ મળ્યો છે. ત્યારે આજે સવારે 10 વાગ્યે અને 10 મિનિટે કોરોનાની રસીના 10 કરોડ ડોઝ અપાયા હોવાનો રેકોર્ડ સર્જાયો છે. 
 
ગુજરાતે 10 કરોડ ડોઝનો રેકોર્ડ સ્થાપ્યો
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ગુજરાત રાજ્યની કોરોના રસીકરણ 10 કરોડ ડોઝની સિધ્ધિ સંદર્ભે સવારે 10 વાગ્યે અને 10 મીનિટે અમદાવાદના સનાથલ ગામમાં “હર ઘર દસ્તક” દઇ ગ્રામજનોમાં રસીકરણ માટે જુસ્સો વધાર્યો હતો. રાજ્યમાં પ્રતિ દસ લાખ બે ડોઝના લાભાર્થીએ રસીના ડોઝ આપવામાં દેશના મોટા રાજ્યોમાં ગુજરાત અગ્રેસર હોવાનું તેમણે જણાવ્યું હતું. વડાપ્રધાન મોદીએ સમગ્ર દેશમાં અને રાજ્યમાં 16મી જાન્યુઆરી, 2021ના રોજ કોવિડ-19 રસીકરણ મહાઅભિયાનનો પ્રારંભ કરાવવામાં આવ્યો. 
 
12મી જાન્યુઆરી-2021ના રોજ રાજ્યને રસીનો જથ્થો પ્રાપ્ત થયો હતો
12મી જાન્યુઆરી-2021ના રોજ ગુજરાતને ભારત સરકાર તરફથી કોવિડ-19 રસીનો જથ્થો પ્રાપ્ત થયો હતો.  સમગ્ર દેશમાં ફ્રન્ટ લાઇન વર્કરોનું રસીકરણ શરૂ કરનારૂ ગુજરાત પ્રથમ રાજ્ય છે. 31મી જાન્યુઆરી, ૨૦૨૧ના રોજથી ફ્રન્ટ લાઇન વર્કરોનું રસીકરણ સમગ્ર રાજ્યમાં શરૂ કરવામાં આવ્યું હતું. 1 માર્ચ, 2021થી આખા દેશની સાથે, ગુજરાતમાં 60 વર્ષથી વધુ ઉંમરના અને 45 વર્ષથી વધુ ઉંમરના અન્ય રોગો ધરાવતા બધાને કોવિડ-19 રસીકરણ શરૂ કરવામાં આવ્યું હતું. 
 
3 જી જાન્યુઆરી 2022ના રોજ તરૂણોને રસી અપાઈ હતી
1 લી એપ્રિલ, 2021 થી 45 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓને રસી આપવામાં આવી છે.1 લી મે, 2021ના રોજથી રાજ્યમાં રાજ્યના 7 કોર્પોરેશન તથા 3 જિલ્લા માં 18થી 44 વર્ષ વય જુથ માટે રસીકરણની કામગીરી શરૂ કરાઈ હતી. ત્યારબાદ 4થી જુન, 2021થી રાજ્યના તમામ જિલ્લા અને કોર્પોરેશનમાં આ વય જુથમાં રસીકરણની કામગીરી શરૂ કરવામાં આવેલ છે.3 જાન્યુઆરી 2022 ના રોજ રાજ્યના 15 થી 17ની વયના તરૂણો માટે કોરોના રસીકરણ કામગીરી શરૂ થઇ હતી.10 મી જાન્યુઆરીએ રાજ્યના કોરોના વોરીયર્સ, ફ્રંટલાઇન વોરીયર્સ અને વયસ્કો માટે પ્રિકોશન ડોઝ આપવાની શરૂઆત થઇ હતી.