રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: શુક્રવાર, 28 ઑક્ટોબર 2016 (17:19 IST)

૬૦ વર્ષ કે તેથી વધુ ઉંમરના કેદી અને તમામ સ્ત્રી કેદીઓને દીવાળીના પર્વે ૧૫ દિવસના પેરોલ મંજૂર

રાજયકક્ષાના ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજાના જણાવ્યાનુસાર, રાજ્ય સરકારે કેદીઓ પ્રત્યે પણ માનવીય અભિગમ દાખવીને કેદીઓ દીવાળીના પર્વો પરિવાર સાથે ઉજવે તે માટે કેટલાંક કિસ્સામાં પ્રતિવર્ષની જેમ ૧૫ દિવસના પેરોલ મંજૂર કરવાનો મુખ્ય મંત્રી  વિજયભાઇ રૂપાણીએ નિર્ણય લીધો છે.  રાજ્ય સરકાર કાયદો અને વ્યવસ્થાના દ્રઢ અમલીકરણ માટે કૃતનિશ્ચયી છે. સાથે સાથે રાજ્ય સરકાર રાજ્યની જેલોમાં સજા ભોગવતા કેદીઓના પુનર્વસન હેઠળ તેમની સજા પૂરી થયે તેઓ સમાજમાં પોતાનુ સ્થાન નિશ્ચિત કરી શકે તે માટે જેલ જીવન દરમિયાન વિવિધ તાલીમ આપીને સમાજ જીવન પ્રવાહમાં ભળે તે માટેની પરિસ્થિતિ નિર્માણ કરે છે. કેદીઓ માટેની આવી કલ્યાણકારી પ્રવૃત્તિઓના ભાગરૂપે રાજ્ય સરકારે પ્રતિવર્ષની જેમ ચાલુ વર્ષે તા.૨૮/૧૦/૨૦૧૬થી એટલે કે ધનતેરસના દીવાળી પર્વથી ૬૦ વર્ષ કે તેથી વધુ ઉંમરના પુરૂષ કેદીઓ અને તમામ મહિલા કેદીઓને ૧૫ દિવસના પેરોલ મંજૂર કરવાનો નિર્ણય કર્યો છે. આ કેદીઓ ટાડા તથા પોટા હેઠળના ગુનાવાળા, હાઇકોર્ટમાં અપીલ કરી હોય તેવા, વિદેશી કેદીઓ, સી.આર.પી.સી. કલમ ૨૬૮ હેઠળના પ્રતિબંધાત્મક હુકમ કરવામાં આવ્યા હોય તેવા કેદીઓ, આતંકવાદી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા કેદીઓ, સમાજ વિરોધી ગુનાવાળા કેદીઓ, પેરોલ ફર્લો કે વચગાળાના જામીન પરથી ફરાર થઇ મોડા હાજર થયેલ કેદીઓ સિવાયના કેદીઓને તા.૨૮/૧૦/૨૦૧૬ ધનતેરસથી ૧૫ દિવસના પેરોલનો લાભ આપવાનો નિર્ણય કર્યો છે. જેથી કેદીઓ તેમના કુટુંબના સભ્યો સાથે દીવાળી પર્વની ઉજવણી કરી શકે,