રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 31 મે 2023 (14:49 IST)

10 વર્ષ મોટા યુવક સાથે સગાઈ કરાવતા સગીરાએ 4 યુવક સાથે પ્રેમનો ઢોંગ કર્યો

dulhan
નારોલ વિસ્તારની 16 વર્ષની સગીરા ચાર વર્ષની હતી ત્યારે તેના માતા-પિતાના છૂટાછેડા થઈ ગયા હતા. માતાએ બીજા લગ્ન કરી લીધા હોવાથી સગીરા તેના મામા-મામીના ઘરે રહે છે અને અભ્યાસ કરે છે. પરંતુ મામા-મામી અવારનવાર ઘરના કોઈ કામ બાબતે સગીરાનો વાંક કાઢીને તેની સાથે મારપીટ કરતા હતા. અવારનવાર સગીરાને કોઈ છોકરા સાથે પ્રેમ સબંધ હોવાનુ કહીને અપશબ્દો બોલતા હતા.

આ દરમિયાન મામાએ સગીરાની સગાઈ તેને પૂછ્યા વગર તેના કરતા 10 વર્ષ મોટી ઉંમરના યુવક સાથે નક્કી કરી હતી. સગીરાએ સગાઈ કરવાની ના પાડી તો મામા અને મામીએ તેની સાથે ઝઘડો કરીને માર મારીને બળજબરી પૂર્વક સગાઈ કરાવી હતી. બાદમાં સગીરાએ સગાઈ તોડવા માટે પોતે ચાર છોકરાઓ સાથે પ્રેમ સબંધ ધરાવતી હોવાની વાત મામા-મામીને કરી હતી અને જો તમે મને બળજબરી પૂર્વક સગાઈ કરાવશો તો હું આત્મહત્યા કરી લઈશ તેવી ધમકી આપી હતી.

સગીરાની મામીએ અભયમ મહિલા હેલ્પલાઈનમાં મદદ માગી હતી. અભયમની ટીમ ઘટના સ્થળે પહોંચીને સગીરાની પૂછપરછ કરી હતી.બાદમાં મામા-મામીને કાયદાકીય માહિતી આપી બળજબરીપૂર્વક લગ્ન ન કરાવવા માટે તથા કોઈ પણ રીતે હેરાનગતિ નહીં કરવાની સમજ આપી હતી. મામા-મામીને ભૂલ સમજાતાં તેણે સગીરાની માફી માંગી હતી અને સગાઈ પણ તોડવાની વાત કરી હતી. અભયમની ટીમે સગીરાની પૂછપરછ કરી ત્યારે તેણે કોઈની સાથે પ્રેમ સંબંધ ન હોવાની વાત કરી હતી. જેથી અભયમની ટીમે તેનો મોબાઈલ તપાસ કર્યો ત્યારે અગાઉ સગીરા તેનાથી ચાર વર્ષ મોટા એક યુવક સાથે પ્રેમ સંબંધ ધરાવતી હોવાનું જાણવા મળ્યું હતું. જેથી અભયમની ટીમે સગીરાને પોતાનું કરિયર બનાવવા અંગે તથા અભ્યાસમાં આગળ વધવા અંગેની માહિતી આપી સમજાવી હતી.

સગીરાને લગ્ન કરવા ના હોવાથી તેણે તેના મામા-મામીને જાણ કર્યા બાદ ઘરમાં ઝઘડો થયો હતો. બાદમાં મામા-મામીએ માર મારીને સગીરાને બળજબરીપૂર્વક 10 વર્ષ મોટી ઉંમરના મંગેતર સાથે લગ્ન કરાવવાની વાત કરી હતી. જેથી સગીરાએ તેના મંગેતરને મારે ચાર પ્રેમી છે અને હું તે તમામને ખુશ રાખું છું તેવો મેસેજ કર્યો હતો.