શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 25 ઑગસ્ટ 2021 (12:40 IST)

સાબરમતી નદીમાં પ્રદૂષિત પાણીને લઇને હાઇકોર્ટે ઝાટકણી કાઢી, કરોડોનો ધૂમાડો છતાં સાબરમતીમાં ગંધ

અમદાવાદમાં સાબરમતી નદીનું પ્રદુષણ અટકાવવામાં મ્યુનિ.તંત્ર અને રાજ્ય સરકાર નિષ્ફળ રહ્યા છે.  પ્રદુષણથી જનઆરોગ્ય જોખમમાં મૂકાયું છે.  ખેતીને પણ નુકશાની થવાની સાથે ખેતીલાયક જમીનો તેની ફળદ્રુપતા ગુમાવી રહી છે. સાબરમતી નદીમાં બેફામપણે કેમિલકયુક્ત ગંદા અને ઝેરી પાણી ઠાલવતા એકમો સામે કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહ્યું છે, ગટરોનું પાણી નદીમાં ઠલવાતું રોકવામાં આવે. પ્રદૂષિત પાણી નદીમાં છોડાતું હોવાનો AMCના વકીલે હાઇકોર્ટમાં સ્વીકાર પણ કર્યો છે. 
 
અત્રે ઉલ્લેખનીય છે સરકાર દ્વારા સાબરમતીની સ્વચ્છતા અને જાળવણી માટે કરોડો રૂપિયાનો ધૂમાડો કરવામાં આવે છે. ગંગા નદી જો કોઇ નદી જાળવણી માટે રૂપિયા ફાળવવામાં આવ્યા તો તે સાબરમતી નદી માટે છે. કેન્દ્ર સરકારે 2014માં સાબરમતી નદીની જાળવણી માટે 400 કરોડની ફાળવણી કરી છે. તેમછતાં તંત્ર કામોને આખરી ઓપ આપી શક્યું નથી. 
 
ગુજરાત હાઇકોર્ટે એએમસી અને જીપીસીબીની ઝાટકણી કાઢતાં કહ્યું હતું કે એએમસી અને જીપીસીબી પ્રદૂષિત એકમો સામે ગંભીરતા કેમ નથી લેતું?. હાઇકોર્ટે ખુલાસો કરવા AMC અને GPCBને નોટિસ આપી છે. અને કહ્યું છે કે સુએજ ટ્રીટ કર્યા વગર પાણી નદીમાં છોડાય તે ચિંતાજનક બાબત છે તેના પર કોઈ રોક કેમ નથી લગાવતું તંત્ર, મહત્વનું છે કે પીરાણા STPમાંથી ગંદુ પાણી સાબરમતીમાં છોડવામાં આવતા કરવામાં આવેલી અરજી પર આજે હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. હવે આગળની સુનાવણી 31 ઓગસ્ટના રોજ થશે. 
 
અત્રે નોંધનીય છે કે નદીમાં બેફામપણે કેમિકલયુક્ત, ગટરના ટ્રીટ કર્યા વગરના પાણી છોડાઇ રહ્યા છે. વાસણાથી આગળ નદીનું પાણી કાળા ડામર જેવું લાગે છે. અસહ્ય દુર્ગંધથી રહીશો  પરેશાન છે. નદી કિનારાના ગામોના લોકો પણ મચ્છરો, દુર્ગંધ અને કેમિકલ કચરા જેવી સમસ્યાનો સામનો કરી રહ્યા છે. પાણી પશુઓને પણ પીવા લાયક નથી. ખેતીની જમીનને પણ નુકશાન થઇ રહ્યું છે.