શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 15 જૂન 2022 (10:08 IST)

અમદાવાદમાં સ્કૂલે વાહન લઈને જતાં સગીરો સામે કાર્યવાહી, સગીર વિદ્યાર્થી ટુવ્હિલર ચલાવતા પકડાશે તો 2 હજાર દંડ

ટ્રાફિક પોલીસ વિભાગે અંડરએજ વાહનચાલકો સામે 15મી જૂનથી ખાસ ઝુંબેશ શરૂ કરશે, જેમાં સગીર વાહનચાલક ટુવ્હીલર ચલાવતા પકડાશે તો તેની પાસેથી રૂ.2 હજાર જ્યારે તેના કરતાં મોટું વાહન ચલાવતા પકડાશે તો 3 હજાર દંડ વસૂલ કરાશે.તમામ પોલીસ સ્ટેશનના પીઆઈ તેમ જ સ્ટાફના માણસો તેમ જ ટ્રાફિકના તમામ પોલીસ સ્ટેશનના પીઆઈ અને સ્ટાફના માણસો બુધવારથી શરૂ થનારી અંડર એજ અને ડાર્ક ફિલ્મની ડ્રાઈવમાં જોડાશે. જોકે સૌથી વધુ સગીર વાહનચાલકો સ્કૂલો - કોલેજોમાંથી પકડાવાની શક્યતા હોવાથી દરેક પીઆઈને તેમના વિસ્તારમાં આવેલી સ્કૂલ - કોલેજ બહાર જ ઊભા રહીને સગીર વાહનચાલકોને પકડવા સૂચના અપાઈ છે. જોકે આ ડ્રાઈવના પહેલાં જ દિવસે ટ્રાફિક પોલીસ અને શહેર પોલીસની 100 ટીમો જુદા જુદા વિસ્તારોમાં સગીર વાહનચાલકોને પકડશે.

આ અંગે ટ્રાફિક શાખાના સંયુક્ત પોલીસ કમિશનર મયંકસિંહ ચાવડાએ જણાવ્યું કે, જો કોઈ સગીર વાહનચાલક લાઇસન્સ વગર ટુ વ્હીલર ચલાવતા પકડાશે તો તેની પાસેથી 2 હજાર દંડ વસૂલ કરાશે. જ્યારે ટુ વ્હીલર કરતાં મોટું વાહન ચલાવતા પકડાશે તો રૂ.3 હજાર દંડ વસૂલ કરાશે. આ ડ્રાઈવ 15 જૂનથી શરૂ થશે અને 21 જૂન સુધી ચાલુ રહેશે. આવી જ રીતે ગાડીના કાચ પર ડાર્ક ફિલ્મ લગાવી ફરતા લોકો સામે પણ 15થી 21 જૂન સુધી ડ્રાઈવ ચલાવવામાં આવશે. જેમાં ડાર્ક ફિલ્મ લગાવીને પહેલી વખત કાર ચલાવતા પકડાશે તો રૂ.500 અને બીજી વખત પકડાશે તો રૂ.1 હજાર દંડ વસૂલ કરાશે.