શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 20 ફેબ્રુઆરી 2021 (07:52 IST)

ટેમ્પો ડ્રાઇવર હતા ચેતન સાકરિયાના પિતા, હવે આઇપીએલએ પુત્રને બનાવી દીધો કરોડપતિ

ગુરૂવારે ચેન્નઇ ખાતે આઇપીએલની આગામી સિઝન માટે ખેલાડીઓની બોલી લગાવવામાં આવી હતી. જેમાં યુવા પ્રતિભા ખેલાડીઓને તક મળતાં એક શાનદાર પ્લેટફોર્મ મળી ગયું છે. આ યુવા ખેલાડીઓ પોતાની પ્રતિભા બતાવી પોતાનું ભવિષ્ય ઉજજવળ બનાવવાની ઉત્તમ તક છે. આઇપીએલની હરાજીમાં ગુજરાતી ખેલાડીઓનો દબદબો જોવા મળ્યો હતો. 
 
આ વખતે સૌરાષ્ટ્રના લેફ્ટઆર્મ ફાસ્ટ બોલર ચેતન સાકરિયાને આઇપીએલની હરાજીથી પોતાની કિસ્મત બદલવાની તક મળી છે. ગુરૂવારે થયેલી હરાજીમાં આ લેફ્ટઆર્મ ફાસ્ટ બોલરને હવે પોતાની ગરીબીને ગુડબાય કહેવાની તક મળી છે. આ હરાજી બાદ ચેતન સાકરિયા હવે કરોડપતિ ખેલાડી બની ગયો છે. તેને રાજસ્થાન રોયલ્સે 1.20 કરોડ આપીને તેની ટીમમાં સામેલ કર્યો છે. 
 
આ નવયુવાન ફાસ્ટ બોલરની આઇપીએલમાં પહોંચવા સુધીની સફર એટલી સરળ ન હતી. ચેતન સાકરિયા અને તેમના પરિવાર માટે આર્થિક તંગી શરૂથી એક પડકાર બની રહી. ચેતન સાકરિયાના પિતા વરતેજમાં એક ટેમ્પો ચાલક હતા. પરંતુ બે વર્ષ પહેલાં તેમને નોકરી છોડી દીધી હતી. પાંચ વર્ષ પહેલાં સુધી તેમના ઘરમાં ટીવી સુધી ન હતું. ચેતન સાકરિયા મેચ જોવા માટે મિત્રના ઘરે જતા હતા. 
ગુરૂવારે તેમનું નામ હરાજીમાં આવ્યું તો રાજસ્થાન રોયલ્સે આ યુવા ખેલાડી પર 1.2 કરોડની બોલી લગાવી. આ હરાજી બાદ આ યુવાને ફોન પર શુભેચ્છાઓ રિસીવ કરવામાં વ્યસ્ત થઇ ગયા આ ઉપરાંત તેમના ઘરે પણ શુભેચ્છા પાઠવવા માટે ગેસ્ટની લાઇનો લાગી ગઇ હતી. આ દિવસે તેમના અને તેમના પરિવાર માટે યાદગાર બની ગયો. આ ખુશીઓ સાથે સાકરિયા પરિવારમાં તાજેતરમાં પોતાના પુત્રના મોતથી દુખી પણ છે. 
 
ચેતન સાકરિયાની બેઝ પ્રાઇઝ માત્ર 20 લાખ રૂપિયા હતી. પરંતુ તેને 1.20 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો છે. ચેતન સાકરિયા સૌરાષ્ટ્રની ટીમ તરફથી ડોમેસ્ટિક ક્રિકેટમાં રમે છે. તે ડાબોડી ફાસ્ટ બોલર છે. તે નાના ફોર્મેટમાં દમદાર બોલિંગ કરવા માટે જાણીતો છે. હવે તે સૌરાષ્ટ્ર ટીમના કેપ્ટન જયદેવ ઉનડકટ સાથે રાજસ્થાનની ટીમમાં રમશે. 
 
ચેતન સાકરિયાના નાના ભાઇ રાહુલે જાન્યુઆરીમાં આત્મહત્યા કરી લીધી હતી. ત્યારે રાહુલે આત્મહત્યા કરી ત્યારે ચેતન સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં રમી રહ્યા હતા અને તેમને આ વાતની જાણકારી ન હતી. ચેતન સાકરિયાને તેમના ઘરવાળાઓએ પરત આવ્યાના ઘણા દિવસો સુધી રાહુલના આત્મહત્યાની જાણકારી આપી ન હતી. 
 
ચેતન સાકરિયાને ગત સીઝનમાં ચેલેઝર્સ બેંગ્લોરની સાથે નેટ બોલર યુએઇ ગયા હતા. ત્યાં તેમણે પોતાની ફાસ્ટ બોલીંગથી બેંગ્લોરના કોચિંગ સ્ટાફ સાઇમન કૈટિચ અને માઇક હેસનને ખૂબ પ્રભાવિત કર્યા હતા. ચેતન સાકરિયાનું કહેવું છે કે હવે જ્યારે તેમને પૈસા મળશે તો સૌથી પહેલાં તે સારી કોલોનીમાં પોતાનું ઘર ખરીદશે. 
 
તો બરોડાના ફાસ્ટ બોલર લુકમાન મેરીવાલાને પણ દિલ્હી કેપિટલ્સે તેની બેઝ પ્રાઇઝ 20 લાખમાં પોતાની ટીમમાં સામેલ કર્યો છે. પહેલા સૌરાષ્ટ્ર માટે રમી ચુકેલા શેલ્ડન જેક્સનને પણ કોલકત્તાએ 20 લાખમાં ખરીદ્યો છે.