રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 13 ફેબ્રુઆરી 2019 (13:06 IST)

મોદીમાં તાકાત હોય તો મને જેલમાં નાંખી દેઃ કન્હૈયા કુમાર

રાજકોટના હોસ્પિટલ ચોકથી બપોરે ૩.30 વાગે સંવિધાન બચાવો, દેશ બચાવો રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. પાસ નેતા હાર્દિક પટેલ, જેએનયુના પૂર્વ વિદ્યાર્થી કનૈયાકુમાર અને જીજ્ઞેશ મેવાણી દ્વારા સંવિધાન બચાવો દેશ બચાવો રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. રેલી પૂર્વે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં કનૈયાકુમારે જણાવ્યું હતું કે, મોદી ખાઇ પણ રહ્યા છે અને અનિલ અંબાણીને ખવડાવી પણ રહ્યા છે. મને દેશદ્રોહી કહે છે પણ મારો ભાઇ સીઆરપીએફમાં જવાન હતો અને શહીદ થયો હતો. મોદીને ચેલેન્જ છે કે મારા પરનો આરોપ સાબિત કરી બતાવે. મોદીને ઉદ્દેશીને કહ્યું હતું કે, આપ જાનેવાલે હૈ અચ્છે દિન આનેવાલે હૈ.
 તેણે વધુમાં જણાવ્યું હતું કે, મેં દેશ વિરોધી નારા લગાવ્યા હોત તો જેલમાં હોત. જય જવાન, જય કિસાન, જય સંવિધાનના નારા સાથે રેલીનું આયોજન કરીએ છીએ. મારી માતા આંગણવાડીમાં કામ કરે છે. મારા પર આરોપ છે, દિલ્હી પોલીસે ચાર્જશીટ દાખલ કરી જેમાં દિલ્હી સરકારની મંજૂરી લીધી ન હતી.  અનિલ અંબાણીનું પીઠબળ છે છતાં તેઓ અમારાથી ડરે છે. અમારી પાસે કોઇ પીઠબળ નથી છતાં અમે લડીએ છીએ. અમે તમારી 56ની છાતી માપી નથી. જો 56ની છાતી હોય તો મને જેલમાં કેમ નથી ધકેલતા. મારી ઘરે સીબીઆઇ, ઇન્કમટેક્સ મોકલી દો તમારાથી એ ડરશે જે તમારી ચોરીમાં ભાગીદાર હોય. અમે કાચા મકાનમાં રહીએ છીએ. દેશનો મતલબ પ્રધાનમંત્રી નથી, મોદી નથી, દેશનો મતલબ સવાસો કરોડ દેશવાસીઓ છે. હું ભારતમાતાની જય પણ બોલું છું, જય હિન્દ પણ બોલું છું. 
હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, હું ચૂંટણી લડીશ પણ ક્યાંથી લડીશ તે હવે જણાવીશ.   વિરોધ કરનાર માટે અમે અલગ વ્યવસ્થા કરી આપીશું. બંધારણ બચાવવા માટેની વાત કરીએ છીએ ત્યારે વિરોધીઓ વિરોધ કરે છે. રાષ્ટ્રવાદી યુવા મંચ દ્વારા આયોજીત રેલીમાં કલ્કી પીઠાધીશ્વર આચાર્ય પ્રમોદ કૃશ્નામ, રાષ્ટ્રીય અધ્યક્ષ સ્વામી ચક્રપાણી મહારાજ, પાસ નેતા હાર્દિક પટેલ, ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી અને યુવા નેતા કનૈયા કુમાર સહિતના નેતાઓ જોડાશે. જો કે રેલી પૂર્વે જ કનૈયા કુમારનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ રેલી શાસ્ત્રીમેદાને પહોંચી સભામાં ફેરવાશે.