શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 4 જુલાઈ 2017 (10:03 IST)

લ્યો બોલો! કાપડ તો ઠીક હવે પતંગના વેપારીઓ રીવરફ્રન્ટ પર GST નો વિરોધ કરશે

કેન્દ્રની એનડીએ સરકાર દ્વારા GST નો કાયદો અમલી કરીને ભારે વિરોધને થામ્યો છે ત્યારે દેશ સહિત ગુજરાતના કાપડના વેપારીઓ તથા અનાજના વેપારીઓ પણ આ વિરોધમાં જોડાયા છે. હવે GST નો કાયદો ભાજપને વધારે દજાડે એમ છે કારણ કે માન્યામાં ન આવે એવી વાતે અમદાવાદ ખાતે નવો વિરોધ થવા જઈ રહ્યો છે. GSTના કાયદા અંગે ગુજરાતના પતંગના વેપારીઓમાં પણ ભારે નારાજગી પ્રસરી છે. પતંગના વેપારીઓ દ્વારા આગામી તા. નવમી જુલાઈના રોજ સાબરમતી રિવરફ્રન્ટ પર પતંગનું વિનામૂલ્યે વિતરણ કરીને  વિરોધ કરવામાં આવશે એવું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.

GSTથી નારાજ ગુજરાત કાઇટ મેન્યુફેકચરીંગ એસોસીયેશન દ્વારા આગામી રવિવારે  પતંગ ચગાવવાની જાહેરાત કરવામાં આવી છે. ૯મી જુલાઇના રોજ પતંગના વેપારીઓ પતંગનો સ્ટોક લઇને રિવરફ્રન્ટ પર જઇ પતંગ ઉત્સવની ઉજવણી કરશે. જેમાં લોકોને વિનામૂલ્યે પતંગ ચગાવવા આપશે અને ત્યારબાદ પતંગ બનાવવાના જ બંધ કરી દેવાની જાહેરાત કરવામાં આવી છે.