સોમવાર, 2 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 26 નવેમ્બર 2021 (16:13 IST)

LRD અને PSI આ પરીક્ષાને લઇ ગૃહરાજ્ય મંત્રીની ચેતવણી

LRD અને PSIની ભરતીને લઈને આજે ગૃહરાજ્યમંત્રી હર્ષ સાંઘવી દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે. જેમા તેમણે કહ્યું કે પોલીસની ભરતીમાં તેમજ એલઆરડીની ભરતીમાં સંપૂર્ણ પારદર્શિતા રખાશે. સાથેજ તેમણે કહ્યું કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી આ ભરતીઓમાં પારદર્શિતા રાખવામાં આવી રહી છે. 
 
સમગ્ર મામલે ગૃહરાજ્યમંત્રીએ કહ્યું કે કોઈ પણ ઉમેદવાર કોઈ એજન્ટના ચક્કરમાં ન આવે. આ મામલે રાજ્યની દરેક જિલ્લાની પોલીસ આવા એજન્ટો પર તેમજ ઉમેદવારો પર નજર રાખી રહી છે. વધુમાં તેમણે કહ્યું કે એલઆરડીની ભરતી અને પીએસઆઈની બંન્ને ભરતી મેરિટના આધારેજ નક્કી કરવામાં આવશે