શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 12 એપ્રિલ 2017 (11:42 IST)

વિજાપુરમાં ચૂંટણી જીત્યાની ખુશીમાં કાઢેલા સરઘસમાં સરપંચને આવ્યો એટેક

વિજાપુર તાલુકાના વસઇ  ગ્રામપંચાયતના સરપંચ પદે 1381 મતે વિજેતા બનેલા નિકુંલજી ચાવડાનું ઢોલ,નગારા સાથેનું વિજય સરઘસ ઘરથી માંડ 100 મીટર દુર હતુ ત્યાંજ  તેમને હ્રુદયના દુ:ખાવાની ફરિયાદ કરતા હાજર  ટેકેદારો, પરિવારજનો તાબડતોબ સારવાર માટે મહેસાણા લાયન્સમા લઇ આવેલ .જ્યા હાજર તબીબે તેમને મૃત જાહેર કરતા જીતના જશ્નનો માહોલ માતમમાં ફેરવાયો હતો.  

ગ્રામપંચાયતની ચૂંટણી અંતર્ગત મંગળવારે બપોરે મતગણતરી બાદ  44 વર્ષના નિકુલજી તખુજી ચાવડાને 1381ના મતે વિજેતા જાહેર કરતા જ તેમના ટેકેદારોએ ગુલાલની છોરો ઉડાડી ઢોલ-નગારા સાથે વિજય સરઘસ કાઢ્યું હતું. મતગણતરી સ્થળથી ગામમાં ફરેલુ વિજય સરઘસ પોતાના ઘરથી માંડ 100 મીટર દુર હતુ ત્યાં જ નિકુલજીએ હ્રુદયમા દુ:ખાવો થતો હોવાની ફરિયાદ કરતા જ તાબડતોબ મહેસાણા લાયન્સ હોસ્પિટલમા લઇ જવાયા હતા. જોકે, હાજર તબીબે તેમને મૃત જાહેર કરતા હાજર તેમના ટેકેદારો અને પરિવારજનોના રૂદને વાતાવરણ ગમગીન બનાવ્યું હતું.જ્યારે બીજીબાજુ  નિકુલજીના મૃત્યુંની જાણ થતા ગામમાં  ખુશીનો માહોલ ગમમાં ફેરવાયો હતો.નોંધનીય છે કે, નિકુલજી ચાવડા  ગત ટર્મમાં વસઇ (ડાભલા) ગ્રામપંચાયતના સરપંચ હતા અને તાલુકા ડિલેગેટ પણ રહી ચૂંક્યા છે.