શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 17 એપ્રિલ 2017 (12:56 IST)

હોસ્પિટલ બાદ પીએમ મોદીએ ડાયમંડ યુનિટ અને સુમુલના કેટલ ફીડ પ્લાન્ટનું કર્યું લોકાર્પણ

આજે પીએમ મોદીનો ગુજરાતમાં બીજો દિવસ છે. ત્યારે આજરોજ તેમણે કિરણ હોસ્પિટલનું ઉદ્ધાટન કર્યું અને હોસ્પિટલ નજીક જાહેર સભાનું સંબોધન કર્યું હતું. ત્યારબાદ તેમણે ઇચ્છાપોર પહોંચીને ડાયમંડ યુનિટનું ઉદ્ધાટન કરીને જનસભા સંબોધિત કરી હતી અને હવે PM મોદી હેલિકોપ્ટર મારફતે બાજીપુરા પહોંચી ચુક્યા છે. બાજીપુરમાં તેમણે સુમુલ ડેરી કેટલ ફીડ પ્લાન્ટનું પણ પીએમ મોદીએ ઉદ્ધાટન કર્યું છે. કેટલ ફીડ પ્લાન્ટ 150 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે. દરરોજ 500 મેટ્રીકટન સુમુલ દાણનું ઉત્પાદન થાય છે. PM મોદી સિક્યોરિટી સાથે બાજીપુરા પહોંચી ગયા છે. મહિલાઓએ માનવસાંકળ રચીને મોદીનું સ્વાગત કર્યું.

પીએમ નરેન્દ્ર મોદીએ સુમુલ પ્લાન્ટના નક્શાનું નિરીક્ષણ કર્યું. સુમુલમાં આઇસ્ક્રીમ અને કેટલ ફીડનું પ્રોડક્શન કરવામાં આવશે. આદિવાસી વિસ્તારમાં સુમુલનો પ્લાન્ટ એક આશાન કિરણ છે. દુધવાળા પશુઓને એક સમતોલ આહાર મળશે. આંતર માળખાકીય સુવિધા મળશે. સુમુલમાં 1 હજાર 150 દૂધમંડળીઓ છે. PM મોદીએ ચેરમેન રાજેશ પાઠક પાસેથી પ્લાન્ટની માહિતી લીધી.PM નરેન્દ્ર મોદીએ પાટીદાર આરોગ્ય ટ્રસ્ટ દ્વાર બનાવવામાં આવેલી અત્યાધુનિક કિરણ હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું. ત્યારબાદ સુરતના ડાયમંડના વેપારી સવજીભાઇ ધોળકિયાને આપેલા વચનને પાળવા માટે ઇચ્છાપોર પગોંચ્યા અને ડાયમંડ યુનિયનું ઉદ્ધાટન કર્યું. નરેન્દ્ર મોદીએ વૃક્ષારોપણને પ્રોત્સાહન આપ્યું. ડાયમંડ યુનિટના સ્ટાફ સાથે ફોટો સેશેન કરાવ્યું.