રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 8 નવેમ્બર 2017 (12:41 IST)

સોશિયલ મીડિયામાં પટેલ - ઠાકોર - દલિત - રાજપૂતો જ ભાજપને હરાવશે જેવા મેસેજ વાયરલ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને પાટીદાર ફેક્ટર નડી રહ્યું છે ત્યારે સોશિયલ મીડિયામાં પણ પી એટલે પટેલો, ટી એટલે ઠાકોરો, ડી એટલે દલિતો અને આર એટલે રાજપૂતો આમ પાટીદારો (પટેલ - ઠાકોર - દલિત - રાજપૂતો) જ ભાજપને હરાવશે. એવા મેસેજો વાઇરલ થઈ રહ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભાજપ સરકાર સામે પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ) દ્વારા અનામતના મુદ્દે આંદોલન કરવામાં આવ્યું હતું.

ભાજપ સરકારે પાટીદાર સમાજની મોટા ભાગની માગણી સ્વીકારી એટલે કે પાટીદાર સમાજના જે પાંચ પ્રશ્ર્નો હતા જેમાં ચાર પ્રશ્ર્નોમાં સમાધાનના પ્રયાસો કરાયા પણ પાસના ક્ધવીનર હાર્દિક પટેલને મનાવવાના પ્રયાસો નિષ્ફળ ગયા. હજુ પણ પાટીદારો ભાજપથી નારાજ છે, કારણ કે હાર્દિક પટેલની સભામાં જે જનમેદની ઊમટી રહી છે તે જોતા પાટીદારો ભાજપને વિધાનસભાની ચૂંટણીમાં પાડી દેવાના મૂડમાં હોય એવું લાગી રહ્યું છે. જ્યારે ઠાકોર સમાજ પણ અલ્પેશ ઠાકોરને લીધે ભાજપ વિરોધમાં મતદાન કરવાના મુડમાં હોય એવું લાગી રહ્યું છે. અલ્પેશ ઠાકોરની ગાંધીનગર ખાતે મળેલી જનસભામાં ઠાકોર સમાજની વિશાળ જનમેદની ઊમટી પડી હતી. આ ઉપરાંત દલિતો પણ ભાજપથી નારાજ છે. દલિત નેતા જિજ્ઞેશ મેવાણી પણ ભાજપની વિરોધમાં પ્રચાર કરી રહ્યા છે. તેમ જ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીના રાજીનામાની માગણી સાથે રાજપૂત સમાજ પણ ભાજપ સામે પડ્યો છે. રવિવારે બાવળા નજીક રાજપૂતોની વિશાળ સભામાં ભાજપ વિરુદ્ધ મતદાન કરવાનો રણટંકાર કરવામાં આવ્યો હતો. આમ પટેલો - ઠાકારો - દલિતો અને રાજપૂતો ભાજપની વિરોધમાં જતા સોશિયલ મીડિયામાં એવી કોમેન્ટો થઈ રહી છે કે ‘પા એટલે પટેલો, ટી એટલે ઠાકોરો, ડી એટલે દલિતો અને આર એટલે રાજપૂતો’ એમ પાટીદારનું સમન્વય જ ભાજપને ભારે પડશે તેમ લાગે છે.