રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: અમદાવાદ: , શુક્રવાર, 19 જુલાઈ 2019 (08:08 IST)

માતૃભૂમિ માટે શહાદત વ્હોરનારા ઠાકોર પ્રવિણજીના પાર્થિવ દેહને મુખ્યમંત્રીએ શ્રદ્ધાંજલિ અર્પી

ખેરાલુ તાલુકાના કુડા ગામના ભારતીય સેનાના વીર સિપાહી પ્રવિણસિંહ ઠાકોરનું જમ્મુ કાશ્મીર ખાતે ફરજ દરમિયાન મોત થયું હતું. પ્રધાનજી ઠાકોરનાપરિવારે દિકરો ગુમાવતા કુડા ગામમાં શોકની લાગણી પ્રસરી ગઇ હતી. એક માસ પહેલા જ મૃતક પ્રવિણજી ઠાકોરના લગ્ન થયા હતા. શહીદ જવાનના પરિવારમાં માતા, પિતા,ભાઈ અને બહેન તથા પત્ની તમામ ઘેરા શોકમાં સરી પડયા હતા. મૃતક જવાન છેલ્લા 3 વર્ષથી ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવતો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શહિદ જવાનને શ્રદ્ધાંજલિ અર્પી હતી.
મુખ્યમંત્રી વિજય રૂપાણીની માતૃભૂમિ માટે શહાદત વ્હોરનારા ભારતીય સેનાના વીર સિપાહી મહેસાણા જિલ્લાના કુડાના  ઠાકોર પ્રવિણજી પ્રધાનજીના પાર્થિવ દેહને અમદાવાદ હવાઈ મથકે લવાયો ત્યારે સંવેસભર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
મુખ્યમંત્રી નવી દિલ્હીથી પરત આવી એરપોર્ટ પર ઉતર્યાને તેમને જમ્મુ કાશ્મીરમાં લેહ ખાતે વિરગતી પામેલા આ વીર શહીદના પાર્થિવ દેહને વતન લઇ જવા માટે અમદાવાદ હવાઈ મથકે લવાયો છે તેની જાણ થતાં જ તેઓ સીધા જ આ વીર જવાનને ભાવાંજલી આપવા  રોકાઈ ગયા હતા.
 
વિજય રૂપાણીએ દેશ માટે ફના થઇ જનારા આ સેનાનીને પુષ્પાંજલિ કરી યથોચીત અંજલિ આપી હતી. ભારતીય સેનાના અમદાવાદ સ્થિત વરિષ્ઠ અધિકારી બ્રિગેડિયર સિંગ અને અન્ય સેના અધિકારીઓ જવાનોએ આ વીર જવાનને વિરોચીત સન્માન આપ્યું હતું.