રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 13 જાન્યુઆરી 2018 (09:34 IST)

ભણસાલીની પદમાવત ગુજરાતમાં રિલીઝ નહીં થાય - રૂપાણીનું નિવેદન

દીપિકા પાદુકોણ, શાહિદ કપૂર અને રણવીરસિંહ સ્ટારર ફિલ્મ 'પદ્માવતી' નામ બદલીને 'પદ્માવત' કરી 25 જાન્યુઆરીના રોજ રીલિઝ કરવાની જાહેરાત થઈ ગઈ છે. હાલ સંજય લીલા ભણશાલીની આ ફિલ્મને લઈને દેશભરમાં વિરોધ થયો છે અને 25 જાન્યુઆરી પણ થિયેટરમાં તોડફોડ થાય તેવી પૂરી શક્યતા છે. સેન્સર બોર્ડ પ્રમુખ પ્રસૂન જોષી પાસે આ ફિલ્મમાં 26 કટ્સની માંગણી કરવામાં આવી હતી પરંતુ તેમણે પાંચ સુધારા સાથે આ ફિલ્મને પાસ કરી દીધી છે.12 જાન્યુઆરીના રોજ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, 'ગુજરાતમાં ફિલ્મ પદ્માવત રીલિઝ થશે નહીં'. ઉલ્લેખનીય છે કે, વિધાનસભા ચૂંટણી પહેલા ગત વર્ષના નવેમ્બર માસમાં જ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતમાં ફિલ્મ રીલિઝ પર પ્રતિબંધ મુક્યો હતો. હાલ તેમણે આ પ્રતિબંધ ચાલુ રહેવાની જાહેરાત કરી છે.