શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 4 નવેમ્બર 2022 (13:08 IST)

ગુજરાતમાં નવેમ્બરના પહેલા સપ્તાહમાં રાહુલ ગાંધી અને વડાપ્રધાન મોદીની સભાઓ થશે

rahul and modi
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ જતા હવે રાજકીય પાર્ટીઓના પ્રચાર અને પ્રસારમાં જોડાઈ જશે. ત્યારે રાહુલ ગાંધી પણ નવેમ્બર મહિનાના બીજા સપ્તાહમાં ગુજરાતની મુલાકાતે આવશે અને ચૂંટણી પ્રચારમાં જોડાશે. રાહલુ ગાંધી હાલમાં ભારત જોડો યાત્રામાં સામેલ થયેલા છે તેમાંથી બ્રેક લઇને તેઓ ગુજરાતમાં આવશે. તેમની ગુજરાત મુલાકાત દરમિયાન તેઓ મધ્ય ગુજરાતમાં જનસભાને સંબોધે તેવી શકયતા છે.

રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા 150 દિવસ સુધી ચાલે તેવું આયોજન છે આ 150 દિવસ ચાલનારી રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા દક્ષિણ ભારતથી શરૂ થઈને છેક ઉત્તર ભારતમાં પૂરી થશે. આ યાત્રામાંથી થોડા દિવસ બ્રેક લઇને તેઓ ગુજરાત પ્રચાર માટે આવશે,  ગુજરાતમાં જ્યારે એક તરફ આમ આદમી પાર્ટી પૂરું જોર લગાવીને તમામ 182 બેઠકો પર પોતાના ઉમેદવારો ઊભા રાખવાની છે, ત્યારે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં  ગુજરાતનો સમાવેશ કરવામાં નથી આવ્યો તે મોટો પ્રશ્ન છે. બીજી તરફ વડાપ્રધાન મોદી પણ આગામી 6 નવેમ્બરે ગુજરાત આવી રહ્યાં છે. આ દરમિયાન તેઓ વલસાડ અને સુરેન્દ્રનગરમાં જનસભાને સંબોધશે. આ સિવાય તેઓ આ જ દિવસે ભાવનગરમાં સમુહ લગ્નના કાર્યક્રમમાં પણ હાજરી આપશે. મોરબીની દુર્ઘટના બાદ PM મોદીએ મુલાકાત લઇને અસરગ્રસ્તોને સાંત્વના આપી હતી.ચૂંટણી જાહેરાત બાદ પીએમ મોદીનો આ પહેલો ગુજરાત પ્રવાસ હશે. જેમાં પીએમ મોદી ભાવનગરમાં સમૂહલગ્નના કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યારબાદ સુરેન્દ્રનગર અને વલસાડમાં સભા સંબોધશે.