રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 10 સપ્ટેમ્બર 2022 (17:00 IST)

અમદાવાદમાં વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ, અચાનક રાત જેવું કાળુ ડિબાંગ અંધારું છવાયું

rain in ahmedabad
આજે રાજ્યમાં કેટલાક ઠેકાણે ભારેથી મધ્યમ અને હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે શનિવારે બપોર બાદ સાડા ચાર વાગ્યા બાદ વરસાદી માહોલ છવાયો હતો. જોતજોતાં ધોધમાર વરસાદ વરસવા લાગ્યો હતો. કાળા ડિબાંગ વાદળ શહેરભરમાં છવાઈ જતાં અંધકાર છવાયો હતો અને વિઝિબિલિટી ઘટી ગઈ હતી. તો હાઈવે પર પસાર થતાં વાહનચાલકોએ વિઝિબિલિટી ઘટતાં હેડલાઈટ ચાલુ કરવાની ફરજ પડી હતી.બંગાળમાં લો પ્રેશરના લીધે દક્ષિણ ગુજરાતમાં 13 તારીખના રોજ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જે મુજબ શનિ અને રવિવારના રોજ ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દમણ, દાદરા નગર હવેલી, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, રાજકોટ, પોરબંદરમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

સોમવારના રોજ નર્મદા, સુરત, તાપી, ભરૂચ, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, અને ગીર સોમનાથમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.હવામાન વિભાગે 40 કિલોમીટર પ્રતિકલાક્ની ઝડપે પવનો સાથે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે. અમદાવાદ સિવાય ગાંધીનગરમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. બનાસકાંઠાના વાતાવરણમાં પલટો આવતા પાલનપુર, વડગામમાં ધીમીધારે વરસાદ શરુ થઇ ગયો છે.ગુજરાતમાં જૂન મહિનાથી વરસાદ શરૂ થયો હતો. ત્યારે છેલ્લા ત્રણ મહિનામાં જ રાજ્યમાં 102 ટકા વરસાદ ખાબક્યો છે. જેમાં જુલાઈ મહિનાના અંતમાં વરસાદનું જોર વધુ રહ્યું હતું. 
આ વખતે કચ્છમાં સારા પ્રમાણમાં વરસાદ થયો છે. જેથી કચ્છના જળાશયોમાં પણ નવા નીરની આવક થઈ છે. બીજી બાજુ ઉત્તર ગુજરાતમાં આ વખતે ઓછો વરસાદ નોંધાયો છે. 
રાજ્યના આઠેક તાલુકાઓમાં હજી 50 ટકાથી ઓછો વરસાદ થયો છે. સૌથી વધુ વરસાદ કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં નોંધાયો છે. જ્યારે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં આ વખતે 
વરસાદનું પ્રમાણ ઓછું રહ્યું છે.