શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 19 જૂન 2020 (12:33 IST)

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી માટે વિધાનસભા ભવન ફ્લોર 4 પર મતદાન શરૂ

વિધાનસભા ભવન ફ્લો૨ નં.4 પ૨ મતદાન આજે સવારે 9 વાગ્યે મતદાન શરૂ થયું છે બપોરે 4 વાગ્યે સુધી ચાલશે. ત્યારબાદ 5 વાગ્યાની આસપાસ મતગણતરી પણ શરૂ થઈ જશે અને પરિણામ પણ આવી જશે. મતદાન કેન્દ્ર પહોંચી ધારાસભ્યોએ માસ્ક ઉતારી ફોટો ખેંચાવાનો રહેશે.  છોટુ વસાવાએ પણ મતદાન પહેલા શરત મૂકીને રાજકીય ગરમાવો લાવી દીધો છે. કોંગ્રેસના 2 અને ભાજપના 3 ઉમેદવાર વચ્ચે 4 બેઠક માટે ખરાખરીનો જંગ છે. આર સી ફળદુંએ પહેલો મત આપ્યો છે. કેડી હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં કેસરીસિંહને લઇને શંકર ચૌધરી વિધાનસભા આવ્યા હતા. કોંગ્રેસના બે અને ભાજપના 5 ઉમેદવાર પૈકી એકની હાર નિશ્ચિત છે. માતરના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીને છાતીમાં દુખાવાના કારણે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેમણે પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું. બલરામ થવાણીને પણ વ્હીલ ચેરમાં લાવવામાં આવ્યા હતા. આજે 3 ધારાસભ્યો સહાયકની મદદથી મતદાન કરવાના છે. જેમાં કેસરીસિંહ  અને બલરામ થાવાણીએ મતદાન કર્યું છે. રાજ્યસભાની ચૂંટણી જીતવા માટે એક એક મત મહત્વનો હોવાથી જે ધારાસભ્યોનું સ્વાસ્થ્ય હાલ સારું નથી તેમને પણ ખાસ વ્યવસ્થા સાથે મતદાન મથકે લાવવામાં આવી રહ્યા છે પરંતુ તેઓ સહાયકની મદદથી મતદાન કરી રહ્યા છે. આ ત્રણ ધારાસભ્યોમાં પરષોત્તમ સોલંકી, શંભુજી ઠાકોર અને કેસરીસિંહ ચૌહાણનો સમાવેશ થાય છે ભાજપના સભ્યોને જૂથ પ્રમાણે MLA ક્વાર્ટરથી મતદાન મથકે પહોંચશે. જ્યારે કોંગ્રેસના ધારાસભ્યો હોટલ ઉમેદથી પહોંચ્યા છે. સમગ્ર પ્રક્રિયા પહેલા ધારાસભ્યએ સેનિટાઈઝ થવાનું ૨હેશે અને ત્યાં તેનું ટેમ્પરેચ૨ માપવામાં  આવશે. જ્યારે આગળની પ્રક્રિયા મુજબ જે ધારાસભ્યને મત આપવાનો ક્રમાંક આવશે તો તેને સૌપ્રથમ મતદાન કેન્દ્રમાં પહોંચીને તેનો માસ્ક ઉતારીને ફોટો ખેંચાવાનો ૨હે છે જેના કા૨ણે જે તે ધારાસભ્ય મતદાન ક૨વા આવ્યા છે તે નિશ્ચિત થઈ શકશે. BTPના છોટુ વસાવાએ મતદાન પહેલા શરત મૂકી છે કે, બંધારણનો શિડ્યુઅલ પાંચ લાગુ કરીને અમલ કરવા લેખિતમાં ખાતરી આપે પછી મતદાનનની વાત. ST SC અને OBC વિરોધી સરકાર છે, કોંગ્રેસની સરકાર પણ RSS ચલાવતી હતી. આજે ભાજપની સરકાર છે તો પણ RSS જ ચલાવે છે.