અમદાવાદમાં GMDC ગ્રાઉન્ડમાં 800 રૂપિયામાં ડ્રાઇવ થ્રુ RTPCR ટેસ્ટ કરાશે, કારમાં બેઠા બેઠા સેમ્પલ આપી શકશે

corona
Last Modified મંગળવાર, 13 એપ્રિલ 2021 (21:09 IST)

DRDOના સહયોગથી અમદાવાદના જીએમડીસી કન્વેન્શન સેન્ટરમાં 900 બેડની ઓકિસજનની સુવિધાવાળી હોસ્પિટલ તાત્કાલિક ઊભી કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ રાજ્ય મંત્રી અમિત શાહને વિનંતી કરી છે, ટૂંકસમયમાં જ મંજૂરી મળશે એવી અમને આશા છે તેમ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હાઇકોર્ટના આદેશ પછી સરકાર દ્વારા લેવાયેલા પગલાની જાહેરાત કરતા કહ્યું હતું. હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા GMDC ગ્રાઉન્ડમાં આવતીકાલથી ડ્રાઇવ થ્રુ RTPCR ટેસ્ટ કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં કારમાં બેઠા બેઠા સેમ્પલ આપી શકશે અને 24થી 36 કલાકમાં વોટ્સએપ કે મેઈલ પર રિપોર્ટ આપવામા આવશે.

મોબાઈલથી qr કોડ સ્કેન કરી અને ટોકન લઈ GMDC ગ્રાઉન્ડમાં ક્લેકશન સેન્ટર પર આપી શકાશે. પ્રાપ્ત વિગતો પ્રમાણે આ પહેલથી ટેસ્ટ માટે દિવ્યાંગો, વૃદ્ધો અને બિમાર વ્યક્તિઓને લેબમાં રાહ નહીં જોવી પડે.મોબાઈલથી QR કોડ સ્કેન કરી અને ટોકન લઈ GMDC ગ્રાઉન્ડમાં ક્લેકશન સેન્ટર પર આપી શકાશે.
ટેસ્ટ માટેના નાણાંની ચુકવણી ઓનલાઈન અને રોકડથી સ્થળ પર જ કરી શકાશે. આ માટે પાંચ કલેક્શન સેન્ટરો તૈયાર કરવામાં આવ્યાં છે. જ્યાં સવારે આઠ વાગ્યાથી રાત્રે આઠ વાગ્યા સુધી ટેસ્ટ કરાવી શકાશે. ટેસ્ટનો ચાર્જ 800 રૂપિયા રાખવામાં આવ્યો છે.


ભારત સરકારના ડીફેન્સ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન(ડીઆરડીઓ)ના સહયોગથી અમદાવાદના જીએમડીસી કન્વેન્શન સેન્ટરમાં 900 બેડની ઓકિસજનની સુવિધાવાળી હોસ્પિટલ તાત્કાલિક ઊભી કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ રાજ્ય મંત્રી અમિત શાહને વિનંતી કરી છે, ટૂંકસમયમાં જ મંજૂરી મળશે એવી અમને આશા છે તેમ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હાઇકોર્ટના આદેશ પછી સરકાર દ્વારા લેવાયેલા પગલાની જાહેરાત કરતા કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે, એપ્રિલ મહિનાના 10 જ દિવસમાં 3.50 લાખ રેમડેસિવીર ઇન્જેકશન સરકારી-ખાનગી હોસ્પિટલમાં ઉપલબ્ધ કરાવ્યા હાવોનું રૂપાણીએ કહ્યું હતું.


આ પણ વાંચો :