શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 27 ફેબ્રુઆરી 2020 (18:06 IST)

માત્ર 300 રૂપિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે ક્રુઝ બોટ શરૂ કરવાની તૈયારી

વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોવા 1 વર્ષમાં 40 લાખ કરતા વધુ પ્રવાસીઓ આવી ચુક્યા છે. સરકાર દ્વારા પણ અહીં આવતા પ્રવાસીઓ માટે અનેક આકર્ષણ ઉભા કરવામાં આવ્યા છે, જેમાં આજે પ્રવાસીઓ માટે એક વધુ આકર્ષણ ઉભુ કરવામાં આવી રહ્યું છે. 
હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે પણ 6 કિમી લાંબી જળમાર્ગે મુસાફરી કરાવતી વધુ એક ક્રુઝ બોટ શરૂ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. આ બોટ હાલ નર્મદા નદી પાસે બનાવવામાં આવી રહી છે અને જેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
આ ક્રુઝ બોટમાં એક સાથે 200 જેટલા પ્રવાસીઓ બેસી શકશે અને આ બોટ મારફતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની આજુબાજુના સ્થળો પણ જળમાર્ગે પ્રવાસીઓ જોઈ શકશે એવી વ્યવસ્થા કરવામાં આવી છે, જેની ટિકિટ પણ 250 થી 300 રૂપિયા રાખવામાં આવી છે. 
આ ક્રુઝ બોટને ગરુડેશ્વર થી 6 કિમીના અંતરમાં ચલાવવામાં આવશે, જેમાં રાત્રી દરમ્યાન સ્ટેજ પર આદિવાસી ડાન્સ, સાથે ગીત સંગીત પણ હશે, જેથી બોટ માં બેસેલા પ્રવાસીઓને આનંદ મળી રહે. આ બોટ ટૂંક સમયમાં ચાલુ થઈ જશે તેવું તંત્ર કહી રહ્યું છે.આ ક્રુઝ બોટ માં એક સાથે 200 પ્રવાસીઓ બેસી શકે એવી વ્યવસ્થા હશે.
ક્રુઝ બોટ 6 કિમિ ફેરવવામાં આવશે. જે ગરુડેશ્વર થી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી ના પ્રવાસીઓ માટે 4 કલાકનો ફેરો રહશે.ક્રુઝ બોટ માં સ્ટેટ પર આદિવાસી ડાન્સ ,સાથે ગીત સંગીત પણ રહશે. ક્રુઝ બોટ નું ભાડું 250 થી 300 રૂપિયા રાખવામાં આવશે. (6) ક્રુઝ બોટ માં જમવાનું અને નાસ્તા ની સુવિધા પણ રહશે.