ધો.10માં બેઝિક ગણિત પસંદ કરનારા વિદ્યાર્થીઓએ જુલાઈમાં સ્ટાન્ડર્ડની પરીક્ષા આપવી પડશે
જે વિદ્યાર્થીઓએ 2021-22માં પોતાના ધો.10ની બોર્ડ એકઝામમાં બેઝિક ગણિતનો વિકલ્પ પસંદ કર્યો છે તેઓ ગુપ એ અથવા ગ્રુપ એ.બી. માટે ધો.11 સાયન્સ સ્ટ્રીમમાં આગળનું ભણતર લઈ શકે છે પરંતુ તેઓએ જુલાઈ-2022માં રિપીટર્સ એકઝામમાં સ્ટાન્ડર્ડ મેથ્સનું પેપર પાસ કરવું પડશે જે માટે જુલાઈ-2022માં પરીક્ષા યોજાશે. રાજ્ય શિક્ષણ બોર્ડે ગુરુવારે જાહેર કરેલ સૂચનામાં આ બાબત જરાવવામાં આવી છે.
આ જાહેરાતમાં સરકારે એ બાબત પણ ફરીવાર જણાવી છે કે જે વિદ્યાર્થીઓએ ધો.10માં બેઝિક મેથ્સ પસંદ કર્યું છે તેઓ ગ્રુપ-બીમાં ધો.11માં વિજ્ઞાનપ્રવાહમાં પ્રવેશ મેળવી શકે છે. માર્ચ-2022માં યોજાનાર ધો.10ની બોર્ડ પરીક્ષાને પાસ કરનાર વિદ્યાર્થીઓ જે બેઝિક ગણિત સાથે ગુપ એ અથવા એ.બી.માં પ્રવેશ મેળવવા ઈચ્છે છે તેઓને સ્ટાન્ડર્ડ ગણિતની પરીક્ષા પાસ કરવી આવશ્યક છે. મહત્વનું છે કે, હાલ ધો.10 માટેની પરીક્ષામાં ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ છે ત્યારે જ આ મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત સેક્ધડરી અને હાયર સેક્ધડરી એજ્યુકેશન બોર્ડ દ્વારા જાહેર શૈક્ષણિકે કેલેન્ડર મુજબ બોર્ડ પરીક્ષાઓ આવતા વર્ષે 14 માર્ચથી 30 માર્ચ વચ્ચે યોજાશે. ધો.11 વિજ્ઞાન પ્રવાહ ગ્રુપ એ માટે ભૌતિક, રસાયણ વિજ્ઞાન અને ગણિત મુખ્ય વિષય છે જ્યારે ગ્રુપ બી માટે ભૌતિકશાસ્ત્ર, રસાયણ વિજ્ઞાન અને જીવવિજ્ઞાન મુખ્ય છે. જ્યારે ગ્રુપ એ.બી. માટે ફિઝિકસ કેમેસ્ટ્રી, બાયોલોજી અને ગણિત મુખ્ય છે. દર વર્ષે 70થી 75,000 વિદ્યાર્થી ધો.11 વિજ્ઞાન પ્રવાહના ગ્રુપ બીમાં અને 45થી 50,000 વિદ્યાર્થી ગ્રુપ એમાં પ્રવેશે છે જે વિદ્યાર્થીઓએ બેઝિક મેથ્સ વિકલ્પ પસંદ કર્યો છે સાથે જ સ્ટાન્ડર્ડ પણ પસંદ કર્યું છે. તેઓ ડિપ્લોમા માટે પાત્રતા ધરાવશે.