રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 2 એપ્રિલ 2022 (16:42 IST)

કોરોના મુદ્દે સરકારની નવી ગાઈડલાઈન, કોરોના પ્રતિબંધો ચાલુ રહેશે

દેશમાં કોરોના મહામારીનો ગ્રાફ દિવસેને દિવસે નીચે આવી રહ્યો છે. રોજ આવતા કોરોનાના કેસો છેલ્લા કેટલાય દિવસોથી 2 હજારથી નીચે આવી ગયો છે. કેટલાય રિપોર્ટ્સમાં એવું પણ આવી રહ્યું છે કે, દેશમાં મહામારીની ચોથી લહેર આવી શકે છે. ત્યારે આવા સમયે એ માની લેવુ તદ્દન ખોટુ છે કે, કોરોના ખતમ થઈ ચુક્યો છે. વાયરસની ગંભીરતાને જોતા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોને બુધવારે જરૂરી દિશા નિર્દેશ જાહેર કર્યા છે. તો આવો આપને જણાવીએ આ જરૂરી દિશા નિર્દેશોમાં રાજ્યોને શું સાવધાની રાખવાની રહેશે.
 
અહીં કોરોના પ્રતિબંધો ચાલુ રહેશે
 
 
કોવિડ મામલામાં ઘટાડાને જોતા કેન્દ્રએ બુધવારે રાજ્યોને આર્થિક અને સામાજિક ગતિવિધિઓમાં છૂટ આપવાનું કહ્યું છે, સાથે જ કોવિડ યોગ્ય વ્યવહારનું પાલન કરવાની પણ વાત કહી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે 10 ટકાથી વધારો કોરોના પોઝિટિવરેટવાળા, 40 ટકા ઓક્સિજન સમર્થિત અથવા આઈસીયૂ બેડના ઈંગેજ થનારા ક્ષેત્રોને જરૂરી પ્રતિબંધો લગાવાની પણ ભલામણ કરી છે.