શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 18 એપ્રિલ 2022 (11:06 IST)

જામનગરમાં ફૂલિયા હનુમાન મંદિરના પૂજારીએ હનુમાનજી પંડમાં આવ્યું હોવાનું કહી અઢળક સિંદૂર પ્રસાદીરૂપે પીધું

જામનગરમાં શનિવારના પવનપુત્રના જન્મોત્સવની ઠેર-ઠેર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શહેરના કિશાન ચોક વિસ્તારમાં આવેલા શ્રી ફૂલિયા હનુમાન મંદિરે આ વખતે પણ અનોખી ઘટના બની હતી. શ્રી ફૂલિયા હનુમાનનું મંદિર ઘણું જૂનું છે અને એની સેવા-પૂજા દીપકભાઇ કુબાવત નામના બાવાજી પૂજારી દ્વારા વર્ષોથી કરે છે.શનિવારના હનુમાનજયંતી હોવાથી પ્રાત:કાળ 4 વાગ્યે પૂજા કરાઇ હતી, સવારે 5.15 વાગ્યે સામૈયા-આમંત્રણની વિધિ બાદ સવારે 5.30 વાગ્યાથી પૂજારી દીપકભાઇને હનુમાનજી પંડમાં આવ્યાનો અહેસાસ થાય છે અને હનુમાનજીની મૂર્તિને નવું સિંદૂર કરાયું હતું.હનુમાનજીના થારમાં રહેલું તેલ મિશ્રિત અઢળક સિંદૂર (સુકનની પ્રસાદી) હતું એ પૂજારી દીપકભાઇ હનુમાનની પ્રસાદીરૂપે પી ગયા હતા. દર વર્ષે તેઓ સિૂદુરની પ્રસાદી ગ્રહણ કરે છે ત્યારે શનિવારના પણ અનેક ભકતો-દર્શનાર્થીઓની હાજરીમાં તેમણે સિંદૂરની પ્રસાદી ગ્રહણ કરતાં ભાવિકો અચંબિત થઇ ગયા હતા.