શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 16 નવેમ્બર 2021 (13:13 IST)

જનજાતિ સમાજ પોતાની સંસ્કૃતિ અને પરંપરાઓનુ સંરક્ષણ કરે અને બાહરી ષડયંત્રો પ્રત્યે સજાગ રહે - કૈલાશ અમલિયાર

જે જરૂરી વાતો આખા દેશના મહત્વની છે તેના પર બધી જનજાતિ સમાજને ધ્યાન આપવુ જરૂરી છે. આપણે બધા લોકો તેની ધરતી માતાના પુત્ર છે. આ આપણી માતા છે. આપણા સમાજને આ ભારતમાતાની જયકાર એટલી જોરથી કરવાની છે કે આખો સંસાર તેને સાંભળી લે. જે દુષ્ટ ષડયંત્રકારી આપણી જનજાતિ સમાજને આપણી ભારતમાતાથી દૂર કરવા માંગે છે તેનુ ષડયંત્રથી આપણે સાવધાન રહેવાની જરૂર છે. જનજાતિ સમાજના વીરોનો ઉલ્લેખ રામાયણ અને મહાભારતમાં પણ આવે છે. રામાયણમાં તો વનવાસીઓને માન આપવા માટે એક કાંડનુ નામ જ અરણ્યકાંડ રાખવામાં આવ્યુ છે. ઉક્ત વિચાર ઈન્દોરના ચિમનબાગ મેદાનમાં આયોજીત વિશાલ જનજાતિ સંગમમાં પ્રમુખ વક્તા શ્રી કૈલાશજી અમલિયારે પકટ કર્યા. તેમણે પોતાના ઉદ્દબોધનમાં આગળ કહ્યુ કે આપણી બધી પરંપરાઓ પણ વૈજ્ઞાનિક મહત્વની  રહી છે. જ્યારે જ્યારે ભારતમાતાને જરૂર પડી, જનજાતિ સમાજના વીરોએ પોતાનુ બધુ જ દાવ પર લગાવ્યુ છે. 
 
ભારત વર્ષ છેલલ એક હજાર વર્ષોથી વિદેશી આક્રમણકારીઓના નિશાના પર રહ્યુ છે.  આ દરમિયાન દેશના બધા હિન્દુ સમાજની સાથે જ આપણા જનજાતીય સમાજની સંસ્કૃતિ અને પરંપરાઓ પણ ઘવાઈ છે.  જે ગભરાય  ગયા તે ભટકીને પોતાની મૂળ હિન્દુસ્તાની સંસ્કૃતિથી દૂર થઈ ગયા. પણ આપણો સ્પષ્ટ મત છે જે કોઈપણ હિન્દુસ્થાનની આ પવિત્ર ભૂમિને પોતાની મા માનશે, તેને જ આ ઘરતી પર રહેવાનો અધિકાર છે. જે કોઈ ભારતમાતાની જય બોલશે, જે કોઈ વંદેમાતરમ બોલશે. એ જ આપણો છે. હિન્દુસ્તાન હવે રોકાશે નહી. 
 
કેન્દ્ર સરકાર દ્વારા 15 નવેમ્બરના રોજ જનજાતીય ગૌરવ દિવસ જાહેર કરવાના ઉપલક્ષ્યમાં ઈન્દોરના ચિમનબાગ મેદાનમાં વિશાળ જનજાતિ સંગમ આયોજીત કરવામાં આવ્યો, જેમા ઈન્દોર જીલ્લાની આસ પાસ ગ્રામીણ ક્ષેત્રોમાં રહેતા મોટી સંખ્યામાં જનજાતિ સમાજના બંધુ પોતાની પારંપારિક વેશભૂષામાં સપરિવાર પોતાના ખુદના સાધન દ્વારા ઉત્સાહપૂર્વક પધાર્યા. સમગ્ર કાર્યક્રમનુ સ્વરૂ એક ઉત્સવ જેવુ પ્રતિત થઈ રહ્યુ હતુ. જનજાતિ સમાજની સાથે જ અન્ય હિન્દુ સમાજમાં પણ મોટી સંખ્યામાં જનજાતિ નાયકોનુ સ્મરણ કરીવા,  જનજાતિ સમાજની પરંપરાઓના દર્શન કરવા માટે ઉપસ્થિત અને સહભાગી રહ્યુ. કાર્યક્રમનુ મુખ્ય આકર્ષણ કાકા બાબાના પોરિયા ફેમ આનંદીલાલ ભાવેલ રહ્યા. જેમણે પારંપારિક ગીતો પર ઉપસ્થિતિ વિશાળ જનસમૂહને થિરકવા મજબૂર કરી દીધા. કાર્યક્રમમાં અન્ય જનજાતિ કલાકારોએ પણ ગૉડી, ભગોરિયા, કરમા નૃત્ય વગેરેની અદ્દભૂત પ્રસ્તુતિ આપી. 
 
કાર્યક્રમના મંચ પર મુખ્ય વક્તાઓ માલવપ્રાંત જનજાતિ પ્રમુખ શ્રી કૈલાશજી અમલિયાર, શ્રીમતી અનિતાજી ઠાકુર અને વનવાસી કલ્યાણ પરિષદ અધ્યક્ષ પ્રો મદનસિંહજી વાસ્કેલની સાથે જ જનજાતિ વિકાસ મંચના અધ્યક્ષ શ્રી ગોવિંદજી ભૂરિયા, સંત સમાજથી શ્રી હીરાનંદજી બ્રહ્મચારી બાબા, બારેલા સમાજથી શ્રે કીરસિંહજી મહારાજ ભિલાલા સમાજથી શ્રી વિજય સિંહજી સોલંકી, ભીલ સમાજના શ્રી શંકરલાલજી કટારિયા, ગોંડવાના વિકાસ પરિષદથી શ્રી મહેન્દ્રજી પરતે, ઉરાંવ સમાજથી શ્રી બિરદજી ઉરાંવ ઉપરાંત શ્રી અજમેર સિંહ ભાભર શ્રી ભાઈરામજી ભાસ્કર, શ્રી રાઘેશ્યામજી ઘોરમડે, શ્રી ઓમપ્રકાશજી બલકર વગેરે અતિથિ ઉપસ્થિત હતા. મંચ સંચાલન ડો. રેખા નાગર અને શ્રી પુંજાલાલ નિનામાએ કર્યુ.