સોમવાર, 2 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 28 એપ્રિલ 2022 (13:42 IST)

નેશનલ હાઈવે પર જાંબુવા બ્રિજ પર બે બાઈક સવારની ટક્કર

accident
વડોદરા નજીક નેશનલ હાઈવે પર જાંબુવા બ્રિજ પાસે આજે સવારે બે બાઇક, 2 કાર અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ગોઝારી ઘટનામાં બાઇકસવાર બે લોકોનાં મોત થયાં હોવાનું જાણવા મળ્યું હતું. કમકમાટીભર્યા અકસ્માતને પગલે હાઇવે પરનો ટ્રાફિક-વ્યવહાર ખોરવાઇ ગયો હતો. પરિણામે, હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઇ હતી. આ બનાવની જાણ મકરપુરા પોલીસને થતાં પોલીસકાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને આ મામલે કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતમાં એક મૃતક શોભનાબેન રાજેન્દ્ર ભાઈ પ્રજાપતિ (ઉ.45) હોવાનું બહાર આવ્યું છે.
 
ત્રણ લોકો રોડ પર ફંગોળાયા
જાંબુવા બ્રિજ પાસે આજે સવારે એક ડમ્પરે બે બાઇકસવારોને અડફેટમાં લીધા હતા. તેની સાથે બે કારચાલકને પણ અડફેટે લેતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક ઉપર પસાર થઇ રહેલાં એક મહિલા, એક પુરુષ સહિત ત્રણ લોકો રોડ પર ફંગોળાઇ ગયા હતા, જેમાં બે લોકોનાં સ્થળ પર મોત થયાં હતાં. વાહનની અડફેટે આવી ગયેલા બાઈકસવારોના શરીરના ફુરચેફુરચા ઊડી ગયા હતા અને માંસના લોચા રોડ ઉપર વેરણછેરણ થઈ ગયા હતા. જાંબુવા નદી પરનો બ્રિજ સાંકડો હોવાથી સતત અકસ્માતો થાય છે અને લોકો જીવ ગુમાવે છે.