શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 7 જુલાઈ 2021 (23:54 IST)

જાણિતા કથાકાર મોરારિબાપુએ દિલીપકુમારને પાઠવી શ્રદ્ધાંજલિ, યાદ કરી તેમની સાથેની યાદો

હિંદી સિનેમા જગતના દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારને મુંબઇના જુહૂ કબ્રસ્તાનમાં સુપુર્દ-એ-ખાક કરવામાં આવ્યા છે. દિલીપ કુમારને રાજકીય સન્માન સાથે અંતિમ વિદાઇ આપવામાં આવી છે. સાયરા બાનોએ ભારે હૈયે દિલીપ કુમારને અંતિમ વિદાઇ આપી હતી.
​​​​​​​​​​​​​
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારનું ૯૮ વર્ષની ઉંમરે નિધન થયું. મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમણે સવારે ૭.૩૦ કલાકે અંતિમ શ્વાસ લીધા હતા. ૩૦ જૂને શ્વાસ લેવામાં તકલીફ પડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 
 
દિલીપ કુમારના નિધનને પગલે બોલિવૂડમાં શોકની લહેર જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પર સેલેબ્સ દિલીપ કુમારને શ્રદ્ધાંજલિ આપી પોતાની સંવેદનાઓ વ્યક્ત કરી હતી. 
 
ત્યારે વ્યક્તિગત રીતે મારા માટે આદરણીય અને પરમ સ્નેહીશ્રી. દિલીકુમાર (Dilip Kumar) સાહેબ શતાયુ થતાં થતાં આપણી વચ્ચેથી વિદાય થયા એ સમાચાર આજે સવારે સાંભળવા મળ્યા.
 
વ્યકિતગત મુલાકાતોમાં પરોક્ષ કે અપરોક્ષ રીતે એમની ઇન્સાનિયત અને એમનાં સદ્દભાથી હું પરીચિત રહયો છું. ચલચિત્ર જગતનાં એક મહાન ચરિત્ર નાયકને મારી હૃદયની શ્રદ્ધાંલિ. એમનાં નિર્વાણને મારાં પ્રણામ. આદરણીયા સાયરાજીની સેવાને પણ સલામ.
 
હું  ઘણીવાર તેમને તેમના નિવાસ સ્થાને મળ્યો હતો, હનુમાન જયંતિ એ એવોર્ડ આપી વંદના કરી હતી, ખરાબ તબિયતને કારણે પણ તેઓ આવી શક્યા ન હતા પણ અમે ત્યાં જઈને એવોર્ડ અર્પણ કર્યો હતો.