શનિવાર, 30 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 16 જુલાઈ 2023 (14:46 IST)

ક્રિકેટ રમતાં યુવકનું હાર્ટએટેકથી મોત

Heart attack news- છેલ્લા કેટલાક સમયથી યુવાનોમાં હાર્ટ એટેકના કેસ સતત વધી રહ્યા છે. અરવલ્લીમાં 20 વર્ષીય યુવાનનું  ક્રિકેટ રમતા એક યુવકનું હાર્ટ એટેકથી મોત થયાનો કિસ્સો સામે આવ્યો છે.

મોડાસા પર્વ સોનીનું ક્રિકેટ રમતા છાતીમાં દુખાવો થયો અને તે જમીન પર પડ્યો. તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.પર્વ સોની એન્જિનિયરીંગનો અભ્યાસ કરતો હતો. ડીપ વિસ્તારમાં આવેલી ગોવર્ધન સોસાયટીના તીર્થ એપાર્ટમેન્ટમાં રહેતા યુવાનના મોતથી તેના પરિવાર પર આભ ફાટ્યું છે. 
 
વર્તમાન સમયમાં લોકો શારારિક પ્રવૃતિઓ ઓછી કરે છે અને પરિણામે શરીરમાં ચરબી અને બીમારીઓ થવા લાગે છે. આ માટે રોજ બહાર ફરો, વોક કરો, કસરત કરો. કસરતને તમારી રૂટીનમાં સામેલ કરો. શરીરને જો સક્રિય નહિ રાખો તો લોહીની નસમાં બ્લોકેજ થવાની શક્યતા વધી જાય છે અને હાર્ટ એટેકનું પ્રમાણ વધી જાય છે.