શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 31 માર્ચ 2018 (12:39 IST)

પશુપાલકોની હાલત ખરાબ, રસ્તા પર દૂધ ઢોળીને કર્યો વિરોધ

દૂધની ડેરીમાં દૂધનું વેચાણ કરતાં માલધારીઓએ પોતાની વાત નહીં સંભાળાતા રસ્તા પર દૂધ ઢોળી વિરોધ નોંધાવ્યો હતો. પશુપાલકોના વિરોધને પગલે રસ્તા પર દુધની નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. સુરેન્દ્રનગર જીલ્લાના પશુપાલકો જીલ્લાની સુરસાગર ડેરીમાં પોતાનું દૂધ વેચાણથી આપતા હોય છે પરંતુ દૂધ સાગર ડેરી ઓછો ભાવ ચુકવતી હોય જેથી માલધારી સંગઠનોએ આજે ભાવવધારાની માંગ સાથે વિરોધ કર્યો હતો અને વઢવાણ ડેરી સર્કલ પાસે માલધારીઓ એકત્ર થયા હતા અને રસ્તા પર દુધના કેન ખાલી કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

દુધના ભાવો અંગે આક્રોશ સાથે જણાવ્યું હતું કે સુરેન્દ્રનગર જીલ્લામાં સુરસાગર ડેરી અને માહી ડેરી આવેલીલ છે જે હમેશા વિવાદોમાં જ રહે છે. દુધમાં ભેળસેળ અને ભ્રષ્ટાચારની અને પશુપાલકોને ઓછા ભાવો આપવાના વિવાદો જોવા મળતા હોય છે. વળી વધુમાં એમ પણ જણાવ્યું હતું કે અહીંની બંને ડેરીમાં ૫.૩૦ રૂપિયાના ભાવ મળે છે જ્યારે બીજા જીલ્લામાં ૭ રૂ. ભાવ આપવામાં આવે છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લાના પશુપાલકો સાથે અન્યાય કરવામાં આવી રહ્યો હોવાનું જણાવીને ગુજરાત માલધારી વિકાસ સંગઠન સાથે સ્થાનીક દૂધ ઉત્પાદકોએ રોડ પર દૂધ ઢોળીને વિરોધ નોંધાવ્યો હતો અને ઉગ્ર સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.