શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 8 જૂન 2022 (09:53 IST)

ITની રેડ વડોદરામાં બેંકર્સ હાર્ટ ઈન્સ્ટિટ્યુટ ખાતે ઈન્ક્મ ટેક્સના દરોડા

ઈન્કમ ટેક્સ વિભાગ દ્વારા અમદાવાદ બાદ વડોદરામાં તપાસ હાથ ધરી છે. વડોદરાની બેંકર્સ હાર્ટ ઈન્સ્ટિટ્યુટ ખાતે આઈટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યાં છે. વડોદરા અને સુરત ખાતે આવેલી હોસ્પિટલના નાણાકિય વહિવટની ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. બેંકર્સ ગ્રુપની ઓફિસ, હોસ્પિટલ સહિતના માલિકોના ઘર પર પણ આઈટીની ટીમ ત્રાટકી છે. 
 
ત્રણ ટીમ તપાસમાં જોડાઈ
વડોદરામાં અલકાપુરી વિસ્તારમાં રહેતા ડો.દર્શન બેંકરના નિવાસ સ્થાન પર પણ આઈટીની ટીમ ત્રાટકી છે. કુલ ત્રણ ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સાથે દર્શન બેંકર સાથે જોડાયેલા સ્થળો પર પણ વહેલી સવારથી આઈટી વિભાગની ટીમોએ ગુપ્ત રીતે તપાસ હાથ ધરી છે. તપાસમાં મોટાપાયે ગેરરીતિ નાણાકિય હાથ આવે તેવી શક્યતા સેવવામાં આવી રહી છે.
 
ત્રણ ટીમ તપાસમાં જોડાઈ
વડોદરા અને અમદાવાદ ખાતે બેંકર ગ્રુપની ઓફિસ અને હોસ્પિટલ તથા નિવાસ સ્થાને તપાસની કામગીરી આઈટી દ્વારા હાથ ધરાઈ છે. જેમાં લગભગ 50 જેટલા અધિકારીની ટીમ તપાસમાં જોડાઈ હોવાનું સામે આવી રહ્યું છે. વડોદરા અને અમદાવાદના બેંકર ગ્રુપના લગભગ ડઝન કરતાં વધુ સ્થળોએ એક સાથે તપાસ ચાલી રહી છે.કોરોના બાદ જમીન અને સોનાની ખરીદી કરવાના પગલે આ તપાસ થઈ રહી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. સાથે જ વાઘોડિયા રોડની હોસ્પિટલની 18 કરોડ લોન કોરોનામા ભરપાઈ કરી દેવામાં આવી હોવાની પણ ચર્ચા છે. હાલ આઈટી દ્વારા કોમ્પ્યુટર, હાર્ડ ડિસ્ક અને નાણાકિય વહિવટના દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ થઈ રહી છે.