ચાણક્ય નીતિ- આ 4 વાત જે લોકો સમજી ગયા તેને સફળ થતા કોઈ રોકી શકતુ નથી
વેદ અને નીતિઓના જ્ઞાતા ચાણક્ય પંડિત જેવા મહાન આચાર્ય આવનારા સમયમાં કદાચ જ જોવા મળે. તેમના દ્વારા જણાવેલી વાતો કળયુગમાં ખૂબ જ ઉપયોગી થઈ રહી છે. એક સામાન્ય પરિવારમાં જન્મ લેનાર પંડિત ચાણક્યની અંદર રાજાઓ જેવા ગુણ હતા. માત્ર આટલું જ નહી રાજનીતિ અને શાસ્ત્રોમાં તેમને કોઈ હરાવી શકતુ નહોતુ.
જો ચાણક્ય ન હોત તો રાજા ચંદ્રગુપ્ત મૌર્ય વંશના આટલું મોટું સામ્ર્રાજ્ય ક્યારે ઉભુ ન કરી શકતા, તમને વિશ્વાસ નહી થાય પણ ચાણક્યના કારણે જ ભારત સોનાની ચકલી કહેવાયુ કારણકે તેમની રણનીતિને વિદેશી રાજા પણ સમજી શકતા નહોતા.
જીવન બદલનારી ચાણકયની નીતિઓ
મહાન પંડિત લોકોને શિક્ષા આપતા કહે છે કે માણસે એવા ધનની ઈચ્છા ન કરવી જોઈએ જે બહુ કષ્ટ પ્રાપ્ત કરીને કે અધર્મના કાર્ય કરવાથી મળતું હોય, કારણકે અધર્મથી કમાવેલું ધન પેઢીના નાશનુ કારણ બને છે.
જે માણસ જરૂરથી વધારે ભોજન કરે છે, કઠોર શબ્દ બોલે છે અને સૂર્ય ઉદય થયા પછી ઉઠે છે તેનો કેટલો પણ મોટું વ્યકતિત્વ બની જાય પણ એ ક્યારે ધનવાન બની શકતા નથી.
કાંટો અને દુશ્મનથી બચવાના બે ઉપાય પગમાં જૂતા પહેરો અને તમારા વ્યક્તિત્વને એટલું ઉપર ઉઠાવો કે દુશ્મનને તમારી સાથે વાત કરતા પહેલા વિચાર કરવો પડે.