શનિવાર, 20 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. »
  3. હિન્દુ
  4. »
  5. હિન્દુ તીર્થ સ્થળ
Written By પરૂન શર્મા|

અંબાજી

બોલ મારી અંબે..જય જય અંબે...

અરાવલીનાં ગીરી શીખરોમાં આરાસુર ડુંગર પર જગતજનની અંબા માતાનું પવિત્ર મંદિર આવેલું છે. હિન્દુધર્મમાં આદિકાળથી અંબામાતાને આદ્યશક્તિ તરીકે ઓળખવામાં આવે છે. ઉત્તર ગુજરાતનાં બનાસકાંઠા જિલ્લામાં આવેલું આ સ્થાનક ભારતભરમાં 52 શક્તિપીઠોમાંથી મુખ્ય ગણાય છે.

નવરાત્રી દરમ્યાન આ સ્થળે ભક્તોનું માનવ મહેરામણ ઉમટે છે.યાત્રા ધામ અંબાજીની વિશેષતાએ છે કે અહીંયા નીજ મંદિરમાં કોઇ મૂર્તિ નથી,પરંતુ ગોખલામાં એક યંત્ર કોતરવામાં આવેલું છે. પૂજારીઓ આંખે પાટા બાંધીને સેવા-પૂજા કરે છે.

પૌરાણિક કથા પ્રમાણે વિષ્ણું ભગવાને સુદર્શન ચક્ર દ્રારા માતા સતીના મૃત શરીરના કરેલા છેદન માંથી હ્દયનો ભાગ આ સ્થળે પડ્યો હતો. કારતક, ચૈત્ર અને ભાદરવાની પૂર્ણિમા તથા નવરાત્રી દરમ્યાન અહીયા ભરાતા મેળાઓમાં ભારતભર માંથી દર્શનાર્થીઓ ઉમટી પડે છે.

અંબાજી પહોંચવા માટે બસ, રેલવે અને હવાઇમાર્ગે પહોંચી શકાય છે. અમદાવાદથી અંબાજી બસ માર્ગે 179 કિ.મી.તથા રેલવે માર્ગે અમદાવાદથી અંબાજી 144 કિ.મી. પાલનપુર પહોંચીને ત્યાંથી બસ મારફતે અંબાજી જઇ શકાય છે.