રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 13 સપ્ટેમ્બર 2021 (18:30 IST)

કોંગ્રેસના પૂર્વ મંત્રી ઓસ્કર ફર્નાંડિઝનુ નિધન

વરિષ્ઠ કોંગ્રેસ નેતા ઓસ્કર ફર્નાડિસનુ સોમવારે નિધન થઈ ગયુ. તેઓ લાંબા સમયથી બીમાર ચાલી રહ્યા હતા 80 વર્ષના ઓસ્કર ફર્નાડિસ લાંબા સમયથી બીમાર હતા અને મંગલુરુની હોસ્પિટલમાં દાખલ હતા. તેમના નિધન પર કોંગ્રેસ નેતા શ્રીનિવાસ બીવીએ કહ્યુ કે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ઓસ્કર ફર્નાડિસના નિધન વિશે વાચીને દુ:ખ થયુ. મહાન જ્ઞાન અને દ્રઢ સંકલ્પના વ્યક્તિ હતા. તેઓ કોગ્રેસના સૌથી દયાળુ અને વફાદાર સૈનિકોમાંથી એક હતા. ઈશ્વર નેક આત્માને શાંતિ પ્રદાન કરે અને પરિવારને આ દુખ સહન કરવાની શક્તિ આપે. 
 
ઓસ્કર ફર્નાંડિઝની ગણતરી કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના નજીકના નેતાઓમાં થતી હતી. તેઓ UPA સરકારમાં માર્ગ-પરિવહન મંત્રી રહી ચુક્યા હતા. અત્યારે પણ ઓસ્કર ફર્નાંડિઝ રાજ્યસભાના સાંસદ હતા.UPA સરકારના બંને કાર્યકાળમાં મંત્રી રહી ચુકેલા ઓસ્કર ફર્નાંડિઝ લાંબા સમયથી ગાંધી પરિવાર સાથે કામ કરી રહ્યા હતા. રાજીવ ગાંધીના તેઓ સંસદિય સચિવ રહી ચુક્યા છે.
 
વર્ષ 1980માં કર્ણાટકના ઉડપ્પી લોકસભા બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાઈને આવ્યા હતા, ત્યારબાદ 1996 સુધી તેઓ સતત જીતતા રહ્યા. વર્ષ 1998માં કોંગ્રેસે તેમને રાજ્યસભામાં મોકલ્યા હતા, ત્યારથી તેઓ રાજ્યસભાના સભ્ય છે