શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. રમત
  3. રમત સમાચાર
Written By
Last Updated :પાનીપત. , બુધવાર, 18 ઑગસ્ટ 2021 (07:40 IST)

ગોલ્ડ જીત્યા બાદ 10 દિવસ પછી ઘરે આવેલા નીરજ ચોપડાની તબિયત બગડી

ટોક્યો ઓલિમ્પિકમાં દેશના એકમાત્ર સુવર્ણ પદક વિજેતા નીરજ ચોપડાની તબિયત ફરી બગડી ગઈ. જેના કારણે તેમને તેમના ગામ ખંડારામાં ચાલી રહેલા સ્વાગત સમારંભમાંથી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. સાથે જ કાર્યક્રમને વચ્ચે જ રોકવો પડ્યો. બીજી બાજુ આજે સવારે તેમનો કાફલો ગામમાં આવ્યો. કાર્યક્રમ સ્થળ પર ખૂબ વધુ ભીડ એકત્ર થઈ ગઈ. આ દરમિયાન નીરજની તબિયત ફરીથી બગડવાને કારણે કાર્યક્રમ જલ્દી ખતમ કરી દેવામાં આવ્યો.  

ગામ પહોંચ્યા પછી બગડી નીરજ ચોપડાની તબિયત 
 
ઉલ્લેખનીય છે કે નીરજ ચોપડા મેડલ જીતવાના 10 દિવસ પછી મંગળવારે સવારે જ પાનીપત પહોંચ્યા. પછી સમાખાના હલ્દાના બોર્ડર પરથી તેમનો કાફલો ગામ ખંડરા પહોચ્યો. જ્યા વૈન પર સવાર નીરજ ચોપડાએ યાત્રા દરમિયાન જ પત્રકારોના સવાલોના જવાબ આપ્યા.  તેમને આજે સવારે કહ્યુ, હુ મારી મહેનત ચાલુ રાખીશ. મને લાગે છે કે આ મેડલ એ બાળકોને ખૂબ પ્રેરિત કરશે, જે મહેનત કરી રહ્યા છે.  હુ ઈચ્છુ છુ કે વધુમાં વધુ સ્પોર્ટ્સના સ્ટાર બને.  ગામ ખંડારામાં નીરજના સ્વાગતની છેલ્લા અનેક દિવસોથી તૈયારીઓ ચાલી રહી હતી. તેમના પરિવારે દેશી ઘી ના હજારો કિલો લાડુ બનાવડાવ્યા. આ માટે 100થી વધુ મીઠાઈવાળાઓને કામ પર લગાવ્યા. નીરજના પડોશીઓનુ કહેવુ છે કે ગામમા 30 રસોઈયા ગયા ગુરૂવારથી લાડુ સહિત અન્ય સામાન બનાવવાની તૈયારીમાં લાગ્યા હતા. બીજી બાજુ પરિવારની મહિલાઓન કહ્યુ કે, ભાલા ફેંકના રમતમાં ગોલ્ડ મેડલ જીતીને આવેલા પુત્રની રાહ પરિવાર અને ગામના લોકો આતુરતાથી જોઈ રહ્યા હતા. એટલુ જ નહી પાનીપત શહેરમાં પણ તેમના સ્વાગતની ખૂબ તૈયારીઓ કરવામાં આવી. પણ આજે સ્વાગત સમારંભ દરમિયાન નીરજની તબિયત એકવાર ફરી બગડી ગઈ. 

3 દિવસ પહેલા પણ તાવ આવ્યો હતો 
 
થોડા દિવસ પહેલા તબીયત ખરાબ થવાને કારણે  હરિયાણા સરકારના સન્માન સમારોહમાં ભાગ લઈ શક્યા નહોતા. એ દિવસે નીરજ ચોપડાને ખૂબ તાવ આવ્યો હતો અને તેમનું ગળું પણ થઈ ગયુ હતુ. આજે સવારે જ નીરજની માતા સરોજ દેવી પોતાના પુત્રના ઘરે આવવાની રાહ જોતા કહ્યું કે, મેં તેમના માટે ભોજનમાં ચુરમા બનાવી રાખ્યો છે. ધામધૂમથી સ્વાગત કરવામાં આવશે. બધા સંબંધીઓ અને આખું ગામ ભેગું થયું છે. 
 
નીરજ  પીએમ મોદીને મળ્યા 
 
નીરજ ચોપડાએ ગઈકાલે દિલ્હીમાં પીએમના નિવાસસ્થાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. મોદીએ ભાલા ફેંકનાર નીરજ સહિત ટોક્યો ઓલિમ્પિકના તમામ મેડલ વિજેતાઓને આમંત્રણ આપ્યું હતું. આ દરમિયાન, ટોક્યો જતા પહેલા વચન મુજબ તેમણે નીરજ ચોપરાને ચુરમા અને શટલર પીવી સિંધુને આઈસ્ક્રીમ ખવડાવ્યો. પીએમ નરેન્દ્ર મોદીએ તમામ ખેલાડીઓ સાથે તેમના અનુભવો અને આગળની તૈયારીઓ અંગે પણ વાત કરી હતી.