ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે કરી સ્ટાર પ્રચારકની જાહેરાત, યુવા વર્ગમાં લોકપ્રિય છે આ નેતા
ગુજરાત કોંગ્રેસ અને વિધાયક દળે પાર્ટીના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને સંસદ રાહુલ ગાંધીને ગુજરાતમાં થનારા વિધનાસભા ચૂંટણી માટે સ્ટાર પ્રચારક જાહેર કર્યા છે. પાર્ટીએ હાલ ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરની ભૂમિકા પર ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. મંગળવારે ગાંધીનગરમાં કોંગ્રેસના ધારાસભ્યોની બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોંગ્રેસના સાંસદ અને પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીને આગામી વર્ષે 2022 માં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે સ્ટાર પ્રચારક તરીકે જાહેર કરવામાં આવ્યા છે
પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડાની અધ્યક્ષતામાં કોંગ્રેસ ધારાસભ્યોની ગાંધીનગરમાં મંગળવારે બેઠક થઈ જેમા વિપક્ષ પરેશ ધાનાની વિધાનસભામાં કોંગ્રેસની પાર્ટીના કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ ડેપ્યુટી પ્રમુખ સહિત પાર્ટીના તમામ ધારાસભ્યોએ ભાગ લીધો હતો. આ બેઠકમાં કોંગ્રેસના ધારાસભ્યોએ સર્વસંમતિથી કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીને આગામી વર્ષે ગુજરાત વિધાનસભાની વિધાનસભાની ચૂંટણી માટે સ્ટાર પ્રચારક તરીકે જાહેર કર્યા હતા. રાહુલ ગાંધીએ 2012 અને 2017 ની વિધાનસભા ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસ માટે પ્રચાર કર્યો હતો. રાહુલ ગાંધી કોંગ્રેસના સ્ટાર પ્રચારક છે. રાહુલ ગાંધી ગુજરાતના યુવા વર્ગમાં પણ ખૂબ જ લોકપ્રિય છે