રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. »
  3. શ્રદ્ધા-અંધશ્રદ્ધા
  4. »
  5. અંધશ્રદ્ધા
Written By વેબ દુનિયા|

ગણગોર પૂજાનો વિચિત્ર રિવાજ

જેમાં પુરૂષોને સ્ત્રીઓના હાથે ખાવો પડે છે માર....

W.D
ભારત વિચિત્ર માન્યતાવાળો દેશ છે. અહીં પગલે-પગલે એક વિચિત્ર રિવાજ નિભાવવામાં આવે છે. આ રિવાજોમાં ઘણો ઉલ્લાસ હોય છે તો ક્યાંક આસ્થાનો રંગ તો ક્યાક પરંપરાનુ ઓઢણ. આસ્થા અને અંધવિશ્વાસની આ કડીમાં અમે તમને આ વખતે એક એવો રિવાજ બતાવવા જઈ રહ્યા છે જેમાં શ્રધ્ધાની સાથે સાથે હસી-મજાક પણ છે. જી હા, દેવાસ જિલ્લાના પુંજાપુરા ગામમાં ગણગૌર ઉત્સવના સમયે એક અનોખો રિવાજ નિભાવવામાં આવે છે. ગામમાં નવ દિવસ ગણગૌર ઉત્સવ ઉજવવામાં આવે છે અને છેલ્લા દિવસે નિભાવવામાં આવે છે એક અનોખો રિવાજ.

આ રિવાજના હેઠળ એક ઉંચા થાંભલા પર ગોળની પોટલી બાંધી દેવામાં આવે છે. જેની આસપાસ સ્ત્રીઓ એક ટોળુ બનાવી લે છે. ટોળુ વળીને ઉભેલી સ્ત્રીઓના હાથમાં તામેશ્વર(બેશરમ), અકાવ, આમલી વગેરે વૃક્ષોની ડાળખી હોય છે. ગામના યુવાનોનુ ટોળુ જ્યારે થાંભલા પર બાંધેલા ગોળને કાઢવા જાય છે ત્યારે આ સ્ત્રીઓ તેમની સારી એવી ધુલાઈ કરે છે. યુવાનો પોતાને બચાવવા માટે હાથમાં લાકડીની ગેંડી (ગદા) રાખી મુકે છે. સ્ત્રીઓ મારે છે અને પુરૂષો પોતાને બચાવવા ગોળની પોટલી નીચે ઉતારવાના પ્રયત્નમાં લાગ્યા રહે છે.
W.D

આ પ્રક્રિયા લગભગ સાત વાર કરવામાં આવે છે. સાતે સાત વાર યુવકોની સ્ત્રીઓ ધુલાઈ કરે છે. પછી યુવકોની ટોળી થાંભલાને ઉખાડવા જાય છે ત્યારે પણ તેમને માર ખાવો પડે છે. પછી ખાડાને ઢાંકતી વખતે પણ આ જ રિવાજ ફરીથી કરવામાં આવે છે. રિવાજ પૂરો થયા પછી સ્ત્રી-પુરૂષ સમૂહમાં નાચે છે અને ગાય છે અને સ્ત્રીઓ ગણગૌર માતાને પોતાના પતિની રક્ષા માટે પ્રાર્થના કરે છે. પછી માતાની મૂર્તિને ઘેર ઘેર ફેરવી ખોળો ભરવાનો રિવાજ પૂરો કરવામાં આવે છે.

ફોટો ગેલેરી માટે ક્લિક કરો

અહીંના લોકોનુ માનવુ છે કે આખુ વર્ષ પુરૂષ સ્ત્રીને પ્રતાડિત કરે છે અને તે છતાં સ્ત્રીઓ પોતાના પતિની રક્ષા માટે ગણગૌર પૂજન કરે છે. આથી આ દિવસે ગામના પુરૂષ પશ્ચાતાપના રૂપે સ્ત્રીઓના હાથે માર ખાય છે. સ્ત્રીઓ પણ આ તકનો ફાયદો ઉઠાવવાનુ નથી ચૂંકતી અને હંસી-મજાક કરતાં કરતાં ખાસ્સી ધુલાઈ કરે છે.
W.D

ગણગૌર માતાને ખુશ કરવા માટે કરવામાં આવતા આ આયોજનમાં આસપાસના ગામોના કેટલાય લોકો જોડાય છે. ગામના પુરૂષોનુ માનવુ છે કે આ રિવાજ અમને યાદ અપાવે છે કે મહિલાઓ પણ દેવી છે અને તેમના પર અત્યાચાર કરીને આપણે આપણું જ નુકશાન કરી રહ્યા છે. તેથી પોતાની ભૂલો માટે પોતાને સજા આપવા માટે અમે આ રિવાજ નિભાવીએ છીએ. તમે આ રિવાજ વિશે શુ વિચારો છો તે અમને જરૂર જણાવજો.