શનિવાર, 23 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. મિઠાઈ
Written By
Last Updated : સોમવાર, 21 ઑક્ટોબર 2024 (17:35 IST)

Coconut laddu- નારિયેળના લાડુ

coconut laddu
Coconut Laddu recipe - નારિયેળના લાડુ 

સામગ્રી
છીણેલું નારિયેળ - 2 કપ
ખાંડ - 1 કપ
ઘી - 1/4 કપ
દૂધ - 1/4 કપ
એલચી પાવડર - 1/4 ચમચી
ડ્રાયફ્રૂટ્સ (કાજુ, બદામ) - સ્વાદ પ્રમાણે (ઝીણી સમારેલી)
 
નારિયેળના લાડુ બનાવવાની રીત
નારિયેળના લાડુ દિવાળી માટે એક પરફેક્ટ મીઠી વાનગી છે જે સરળતાથી તૈયાર થઈ જાય છે. આ લાડુ તૈયાર કરવા માટે પહેલા નારિયેળને છીણી લો. આ પછી કાજુ અને બદામના નાના ટુકડા કરી લો. 

હવે ખાંડની ચાસણી બનાવો અને તેના માટે એક કડાઈમાં ખાંડ અને દૂધ ઉમેરી મધ્યમ તાપ પર પકાવો. ખાંડ ઓગળી જાય પછી ચાસણીને ઘટ્ટ થાય ત્યાં સુધી રાંધવાની છે. આ પછી ગેસ બંધ કરી દો. 
 
આ પછી એક મોટા વાસણમાં છીણેલું નારિયેળ અને ઘી નાખીને બરાબર મિક્ષ કરી લો. ત્યાર બાદ તેમાં તૈયાર કરેલી ચાસણી અને એલચી પાવડર નાખીને બરાબર મિક્સ કરી લો.નારિયેળના લાડુ બનાવવા માટેનું મિશ્રણ તૈયાર છે. હવે આ મિશ્રણને તમારા હાથ વડે ધીમે ધીમે બરાબર મસળી લો અને ગોળ લાડુ બનાવો. આ પછી, ઝીણા સમારેલા ડ્રાયફ્રુટ્સથી લાડુ સજાવો. નારિયેળના લાડુ સેટ થઈ જાય પછી તેને હવાચુસ્ત પાત્રમાં સ્ટોર કરો.