શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By વાર્તા|

જેદ્દામાં શરીફ ઘરમાં જ કેદ

ફકત 5 કલાક પાકિસ્તાનમાં રહી શકયા

ઇસ્લામાબાદ (વાર્તા) પાકિસ્તાનની રાજનીતિના કાળા ઇતિહાસમાં સોમવારે વધુ એક અધ્યાય જોડાઇ ગયો, જ્યારે સાત વર્ષ પછી નિર્વાસન થી પાછા ફરેલા પૂર્વ પ્રધાનમંત્રી નવાજ શરીફને ઇસ્લામાબાદ હવાઇ અડ્ડા પર ઉતરતાની સાથે જ અટકાયતમાં લઇ લેવામાં આવ્યા હતા અને થોડાક કલાકોમાં જ તેઓને દબાણપૂર્વક સાઉદી અરેબીયાના જેદ્દા શહેરમાં મોકલી દેવામાં આવ્યા હતા. હાલમાં ત્યા પણ તેઓને ઘરમાં કેદ કરીને રાખવામાં આવ્યા છે.

શરીફ પાસે કસ્ટમના અધીકારીઓએ પાસપોર્ટ માંગ્યો તો શરીફ આપવાની ના પાડી દીધી અને કહ્યું કે જયાં સુધી તેઓના સહયોગી રૂવાઝા આસિફ અને ચૌધરી નિસાર અલી તેઓને નહી મળે ત્યાં સુધી તેઓ આજીવન પ્રક્રિયા થી પસાર નહી થાય.

શરીફને અધિકારીઓએ તે સમજૌતાની નકલ પણ દેખાડી, જેના મુજબ તે દસ વર્ષ સુધી સ્વદેશ પાછા ના આવી શકે. ત્યાર બાદ તેઓને ભષ્ટાચાર અને હવાલાના ગુનાઓમાં ઝડપી લેવામાં આવ્યા અને પછી તેઓની ધરપકડ કરવામાં આવી હતી અને પાકિસ્તાન ઇંટરનેશનલ એરલાઇંસના એક વિશેષ વિમાન દ્વારા તેઓને જેદ્દા ભેગા કરી દેવામાં આવ્યા હતા.

પ્રાપ્ત માહિતી મુજબ જેદ્ધામાં શરીફને ઘરમાં કડક સુરક્ષામાં રાખવામાં રાખવામાં આવ્યા છે અને કોઇને પણ તેને મળવાની મંજૂરી આપવામાં આવી નથી. શરીફ તેઓની ધરપકડ પહેલા કહેલું કે તેઓને તેના સ્વદેશમાં આવવાનો ખૂબજ આનંદ થયો, પરંતુ હવે મારી સાથે શું થવાનું છે તે હુ નથી જાણતો.