શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 28 જુલાઈ 2021 (15:04 IST)

ઉપલેટાના ડુમિયાણીમાં આભ ફાટ્યું, 2 કલાકમાં 9 ઇંચ વરસાદ

છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજાએ મહેર વરસાવી રહ્યા છે. ત્યારે ઉપલેટા પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ઉપલેટામાં ડુમિયાણી ગામમાં આભ ફાટતાં બે કલાકની અંદર 8 થી નવ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જેના લીધે ઠેર ઠેર પાણી ભરાઇ ગયા છે. ખેતરોમાં પાણી ફરી વળતાં ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડ્યું છે. ખેડૂતોના પાક પાણી ફરી વળ્યું છે. જેના પરિણામે આખા વર્ષની કમાણી ગુમાવવાનો વારો આવ્યો છે. 
 
ઉપલેટા શહેર અને આસપાસના વિસ્તારોમાં મેઘરાજા મહેરબાન થયા હતા અને આભ તૂટી પડ્યું હોય તેમ માત્ર દોઢ કલાકમાં 8 થી 9 ઇંચ વરસાદ પડી જતાં નદી નાળા છલકાઇ ગયા હતા અને નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. સાંબેલાધારે વરસાદ વરસતાં થોડો સમય તો લોકો ભયભીત થઇ ગયા હતા.
 
સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. અસહ્ય ગરમીમાંથી પ્રજાજનોને છુટકારો મળ્યો છે.