સોમવાર, 2 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Modified: બુધવાર, 24 નવેમ્બર 2021 (13:52 IST)

સ્મૃતિ ઈરાનીને ઓળખી ન શક્યો કપિલ શર્મા શો નો ગાર્ડ ? ગુસ્સામાં શૂટિંગ વગર જ પરત ફરી કેન્દ્રીય મંત્રી

કપિલ શર્મા શો ના મેકર્સે સ્મૃતિ ઈરાનીથી નારાજ થવાના સમાચાર આવી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચા હતી કે મંત્રી સ્મૃતિ ઈરાની પોતાના પુસ્તકના પ્રમોશન માટે શો પર આવવાની છે. લેટેસ્ટ રિપોર્ટ મુજબ હવે તેનો એપિસોડ આવવો હાલ કેન્સલ થઈ ગયો છે. એવુ બતાવાય રહ્યુ છે કે સ્મૃતિ ઈરાની જ્યારે ગેટ પર પહોંચી તો ગેટકીપર તેમને ઓળખી ન શક્યો. મંત્રીના ડ્રાઈવરને ગાર્ડે રોકી લીધો અને અંદર જવાની ના પાડી દીધી. જાણવા મળ્યુ છે કે ડ્રાઈવર અને ગેટકિપર વચ્ચે ખૂબ વિવાદ પણ થયો પણ વાત બની નહી. ત્યારબાદ નારાજ કેન્દ્રીય મંત્રી શૂટિંગ વગર જ પરત ફરી. 
 
ગેટકીપર અને ડ્રાઈવર વચ્ચે થઈ ગેરસમજ 
 
કપિલ શર્મા શો પર અનેક સેલીબ્રિટી પોતાની ફિલ્મોના પ્રમોશન માટે આવતા રહે છે. અપકમિંગ એપિસોડમાં અભિનેત્રી મિનિસ્ટર સ્મૃતિ ઈરાની પોતાના પુસ્તક લાલ સલામના પ્રમોશન માટે આવવાની હતી. જો કે તેમનુ આવવુ હાલ કેંસલ થઈ ગયુ છે. ટેલીચક્કરની રિપોર્ટ મુજબ કપિલ શર્મા અને સ્મૃતિ ઈરાનીને આ વિશે ખબર પણ નહોતી. સમગ્ર મામલો ડ્રાઈવર અને ગેટકિપર વચ્ચે બન્યો.  આ કારણે જ શૂટ કેંસલ કરવુ પડ્યુ. 
 
 
ગેટકિપરે કહ્યુ, અંદર મોકલવાનો આદેશ મળ્યો નથી 
 
બીજી બાજુ દૈનિક ભાસ્કરની રિપોર્ટ મુજબ, ત્યા હાજર સૂત્રોએ જણાવ્યુ છે કે સ્મૃતિ ઈરાની ડ્રાઈવર અને બે લોકો સાથે કપિલ શર્માના સેટ પર શૂટિંગ કરવા માટે ગઈ હતી. ગેટ પર હાજર ગાર્ડ તેમને ઓળખી ન શક્યો અને અંદર જવાની ના પાડી દીધી. જ્યારે તેને બતાવ્યુ કે શૂટિંગ માટે બોલાવ્યા છે તો તેણે જવાબ આપ્યો કે આવો કોઈ આદેશ તેને મળ્યો નથી. તેથી તે અંદર નથી જઈ શકતા.  તે જ સમયે ફૂડ ડિલીવરીવાળો ત્યા પહોંચી ગયો તો ગાર્ડે તેને ન રોક્યો અને તે પૂછ્યા વગર જ અંદર જતો રહ્યો. આ જોઈને સ્મૃતિને ખૂબ ગુસ્સો આવ્યો અને તે નારાજ થઈને જતી રહી.