શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. બજેટ 2022
Written By
Last Modified: મંગળવાર, 1 ફેબ્રુઆરી 2022 (12:51 IST)

બજેટ 2022 - ક્રિપ્ટોકરેન્સીથી કમાણી પર નાણાકીય મંત્રીનુ મોટુ એલાન, ડિઝિટલ એસેટના લેવડ દેવડ પર લાગશે 30% ટેક્સ

Budget 2022: નાણામંત્રી નિર્મલા સીતારમણ (Finance Minister Nirmala Sitharaman) એ આજે નાણાકીય વર્ષ 2022-23 માટે કેન્દ્રીય બજેટ રજૂ કર્યું. આ મોદી સરકારના બીજા કાર્યકાળનું આ ચોથું બજેટ છે. બજેટ કોરોના મહામારી(Coronavirus Pandmeic) સમયગાળા દરમિયાન રજૂ કરવામાં આવી હતી. તેથી તેનું મહત્વ વધે છે. નાણામંત્રી સીતારમણનું પણ આ ચોથું બજેટ છે. સીતારમણે બજેટમાં વર્ચ્યુઅલ ડિજિટલ કરન્સી પર ટેક્સને લઈને મોટી જાહેરાત કરી છે. વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ્સમાંથી થતી આવક પર હવે 30 ટકાના દરે ટેક્સ લાગશે.
 
સીતારમણે તેમના બજેટ ભાષણમાં જણાવ્યું હતું કે તેઓ પ્રસ્તાવ મૂકે છે કે કોઈપણ વર્ચ્યુઅલ ડિજિટલ એસેટના ટ્રાન્સફર પર 30 ટકાના દરે ટેક્સ લાગશે. તેમણે કહ્યું કે આવી આવકની ગણતરી કરતી વખતે, સંપાદન ખર્ચ સિવાય કોઈપણ ખર્ચ અથવા ભથ્થાના સંદર્ભમાં કોઈ કપાત કરવામાં આવશે નહીં. સીતારમણે એમ પણ કહ્યું હતું કે વર્ચ્યુઅલ ડિજિટલ એસેટના નુકસાનને સેટ ઓફ કરવામાં આવશે નહીંૢ 
 
RBI લોંચ કરશે ડિઝિટલ કરેન્સી 
 
નાણામંત્રીએ કહ્યું કે ભારતીય રિઝર્વ બેંક (RBI) પોતાની ડીજીટલ કરન્સી લોન્ચ કરશે. સરકારે કહ્યું કે રિઝર્વ બેંક તેની પોતાની ડિજિટલ કરન્સી લોન્ચ કરશે. ક્રિપ્ટોકરન્સી પર સરકાર કડક વલણ અપનાવશે તેવા સમાચાર પહેલાથી જ હતા. જો કે બજેટ પહેલા ઈકોનોમિક સર્વેમાં ક્રિપ્ટોકરન્સી(Cryptocurrency) પર કંઈ કહેવામાં આવ્યું ન હતું, પરંતુ બાદમાં મુખ્ય આર્થિક સલાહકાર સંજીવ સાન્યાલે કહ્યું કે સરકાર ક્રિપ્ટોકરન્સી પર માપદંડ અને મક્કમ વલણ અપનાવશે.
 
આનાથી સ્પષ્ટ થઈ ગયું કે સરકાર બિટકોઈન જેવી વર્ચ્યુઅલ કરન્સી પર પ્રતિબંધ નહીં મૂકે, પરંતુ તેને કાયદેસર કરવામાં આવશે કે કેમ તે અંગે હજુ મૂંઝવણ છે. નાણામંત્રીએ બજેટમાં સ્પષ્ટ કર્યું હતું કે રિઝર્વ બેંક પોતાની ડિજીટલ કરન્સી લાવશે, જેને ડિજિટલ રૂપિયા કહેવામાં આવશે.
 
નાણામંત્રી નિર્મલા સીતારમણે એમ પણ કહ્યું કે નાગરિકોની સુવિધા વધારવા માટે 2022-23માં ઈ-પાસપોર્ટ જારી કરવામાં આવશે. કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે તેમના બજેટ ભાષણમાં એમ પણ કહ્યું હતું કે ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરંટી સ્કીમ (ECLGS) માર્ચ 2023 સુધી લંબાવવામાં આવશે. ગેરંટી કવર 50,000 કરોડ રૂપિયાથી વધારીને કુલ 5 લાખ કરોડ રૂપિયા કરવામાં આવશે.