માઈક્રોસોફટે લોંચ કર્યો Lumia 535,કિમંત 8,321 રૂપિયા
માઈક્રોસોફ્ટે ખૂબ જ સસ્તો સ્માર્ટફોન Lumia 535 રજુ કર્યો છે. આ ફોન માઈક્રોસોફ્ટ બ્રાંડ નામથી જ વેચાશે. ફોનની કિમંત છે માત્ર 8,321 રૂપિયા.
કંપનીએ આ ફોન ખાસ કરીને ભારત જેવા ઉભરતા બજારો માટે રજુ કર્યો છે. જો કે માઈક્રોસોફ્ટને નોકિયાનુ અધિગ્રહણ કર્યા બાદ લુમિયા શ્રેણીમાં કેટલાક ફોન લોંચ કર્યા હતા. પણ આ બધા ફોન નોકિયા નામથી જ બજારમાં આવ્યા હતા.
જાણો શુ છે lumia 535ની વિશેષતા
- સ્ક્રીન 5 ઈંચ
- કૈમરા 5 મેગાપિક્સલ (ફ્ર્રંટ અને બેક)
- કિમંત 8,321 રૂપિયા
આ પહેલીવાર છે જ્યરે ફક્ત માઈક્રોસોફ્ટના નામથી કોઈ સ્માર્ટફોન લોંચ થયો છે. લુમિયા 535 વિંડોઝ સ્માર્ટફોન કરતા સામાન્ય સ્માર્ટૅફોન દ્વારા અનેકગણી સારી તસ્વીરો લઈ શકાય છે.
માઈક્રોસોફ્ટ આખી દુનિયામાં સસ્તા સ્માર્ટફોનનું મોજુ ફેરવી દેવા માંગે છે. આ માટે તે પોતાના ઉત્પાદન રોકાણમાં કપાત કરી રહ્યુ છે. જેના હેઠળ તેણે અનેક મોડલોમાં કેમરા અને કંટ્રોલ બટન ગાયબ કરી દીધા છે અને આ સ્ક્રીનમાં દેખાય છે. યુઝરે તેને માત્ર ટૈપ કરવાનુ હોય છે. કંપનીનો દાવો છે કે ઓછા ભાવ છતા તે ગ્રાહકોને મોંઘા સ્માર્ટફોનવાળી સેવાઓ આપી રહ્યુ છે.
કંપની આનુ ડૂઅલ સિમ સંસ્કરણ પણ તૈયાર કરી રહી છે. લુમિયા 535નુ વેચાણ આ મહિને શરૂ થશે.